અબ્રામા ગામે સળગેલી હાલતમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

જલાલપુર તાલુકાના અબ્રામા ગામે રહેતા રમણભાઈ પટેલ નગર ની પાછળ આવેલા વાડામાંથી તેમની દીકરી મુક્તિબેન હિતેશભાઈ પટેલની લાશ અડધી સળગી ગયેલી હાલતમાં મળી આવી હતી આ અંગે જલાલપુર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ થયેલો હતો આ બનાવ અંગે પોલીસને હત્યાની સંખ્યા જતા નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ એ આ બનાવની તપાસ એલસીબી પીઆઇ દીપક કોરાટ ને સોંપી હતી ત્યારબાદ એલસીબી દ્વારા મરણ જનાર ના મોતની ગુનાવાળી જગ્યા ને જોડતા રસ્તાઓ ઉપર ફીટ કરેલ સીસીટીવી કેમેરા ના ફૂટેજો મેળવી જરૂરી તપાસ કરતા તારીખ 28 માર્ચના રોજ વેટસા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં એક સફેદ કલરની activa ઉપર એક વ્યક્તિ મરણ જનાર મુક્તિ બેનને બેસાડીને લઈ જતો દેખાયો હતો ત્યારબાદ એરુ ચાર રસ્તા પર આવેલા હરિહર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં પણ GJ 21 AP 9239 નંબરના એકટીવા પર એજન્ટ ફરી દેખાતા તેની મોપેડ ના નંબર ને આધારે તેની તપાસ કરતા મોપેડ ધારક જલાલપોરના મટવાડ ગામ ખાતે આવેલા ડુંગલા ફળિયાનો રહીશ રાજેશ જીવણ પટેલ હોવાનું જણાય આવતા તેને પોલીસ મથકે લાવી અને તેની પૂછપરછ કરતા તેણે મરનાર મુક્તિબેન સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું કબૂલેલું હતું અને વારંવાર મુક્તિબેન દ્વારા તેની પાસે લોન તથા ઉછીના પૈસાની માંગણી કરવામાં આવતી હતી.



ત્યારે હાલમાં રાજેશ પટેલ કોઈપણ જાતનું કામ ધંધો કરતો ન હોય તેની પાસે મુક્તિને આપવા માટે રૂપિયા ન હોવા છતાં તેની માંગણીથી કંટાળી અને તેનાથી છુટકારો મેળવવા તેણે આયોજન કરી અને મુક્તિને બોલાવી અને તેની પાસે સુસાઇડ નોટ લખાવી પોતાના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા બાદ વહેલી સવારે તેના પિયર અબ્રામા મૂકી આવવાનું કહી તેની ઘરના પાછળના વાડામાં લઈ જઈ તેનું નાક મોઢું તથા ગળું દબાવી હત્યા કરી અને ડીઝલ છાંટી અને સળગાવી દઈ ગુનો કરેલ હોવાની કબુલાત કરતા તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેને વધુ તપાસ માટે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાયને સોંપવામાં આવ્યો હતો.