સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૦મું સફળ અંગદાન થયું હતું. નર્મદાના ડેડીયાપાડાના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાનું અકસ્માત થતા બે લિવર તથા એક કિડનીનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. સિવિલ હોસ્પિટલના સીઓમ ડોક્ટર ભારત ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ સાથે જીઆરડીમાં નોકરી કરી. ગુજરાન ચલાવતા ૪૬ વર્ષીય અજબસિંગભાઇ વસાવા ગાડી પર ખુદાદીથી બલગામ જતા હતા ત્યારે નાનીસિંગલોટી પાસે સામેથી બાઇક આવતાં સામસામે અકસ્માત સર્જાયું હતું. પ્રાથમિક સારવાર માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ રાજપીપળા હોસ્પિટલ રીફર કર્યા હતા.વધુ સારવાર માટે ખાનગી એમ્બુલન્સ દ્વારા અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં ત્યાથી યુનિક હોસ્પિટલમાં લઇ જઈ તમામ રિપોર્ટ કે સારવાર કર્યા પણ વધુ ગંભીર હાલત હોવાથી ડોકટરોના કહેવાથી નવી સિવીલ હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર અર્થે લવવામાં આવેલ. ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરવામાં આવેલ હતાં. સધન સારવાર બાદ હેડ ઈન્જરીના કારણે ફરજ પરના હાજર તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
મૃતકના પરિવારના સભ્યોને સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ અજબસિંગભાઇના ધર્મ પત્ની રમિલાબેન, દિકરી રંજનાબેન, કૌશલ્યાબેન તથા પુત્ર દેવિન્દ્રભાઇ વસાવા દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી.બ્રેઈનડેડ અજબસિંગભાઇની બન્ને કિડનીઓ તથા લિવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.