ઈદ મુબારક ૧૬ સપ્ટેબરે ચાંદ દેખાતા બંને કોમ દ્વારા હાશકારો લેવાયો

ઈદ મુબારક ૧૬ સપ્ટેબરે ચાંદ દેખાતા બંને કોમ દ્વારા હાશકારો લેવાયો

ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હઝરત મોહમ્મદ સાહેબ કે જેમના જન્મ દિવસની યાદમાં સમગ્ર વિશ્વમાં ઈદ એ મિલાદ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યાં આ પવિત્ર ઇદના દિવસે મુસ્લિમ બિરાદરો મોહમ્મદ સાહેબની યાદમાં જુસુલએ નબી કાઢી પોતાની ગુલામીનો સબુત આપતા હોય છે.



ઇસ્લામ ધર્મની ધરોહર નાખનાર પેગંબરે ઇસ્લામ મોહમ્મદ સાહેબના દિવસને આ વખતે ૨૦૨૪ માં ૧૬મિ સપ્ટેમ્બરના દિવસે મનાવામાં આવશે. જ્યાં ગુજરાત ચાંદ કમેટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઈદ એ મિલાદનું પવન પર્વ સોમવારે ૧૬ સપ્ટેંબરના દિવસે સમગ્ર ગુજરતમાં ઉજવવામાં આવશે.


મહત્વનું છે કે આ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ હિંદુભાઈઓનું ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદ સાથે આવતું હોવાથી અનેક સમસ્યા સર્જાઈ શકે એમ હતું. પરંતુ બુધવારના રોજ ચાંદ દેખાતા આખરે પોલીસ પ્રશાશન અને દરેક માટે શરુ કહેવાય અને બંને કોમનું તહેવાર ભાઈચારા અને શાંતિ સાથે પૂર્ણ થશે