ઈમાનદારીની મુરત મુસ્લિમ બસ ડ્રાઈવર અને  કંડકટર : અંધભક્તો વિચારમાં પડી ગયા વિરોધ કર્યે કે તારીફ 

ઈમાનદારીની મુરત મુસ્લિમ બસ ડ્રાઈવર અને  કંડકટર : અંધભક્તો વિચારમાં પડી ગયા વિરોધ કર્યે કે તારીફ 

હિંદુ મુસ્લિમ કરતા અંધ ભક્તો ખરેખર છેલ્લા કેટલા સમયથી વિચારમાં પડી ગયા છે કે આ મુસ્લિમ સમાજનો વિરોધ કરવું કે પછી તેમના લીધે જે મળી રહયું છે તેની ઉજવણી કરવી ? એક તરફ team india માટે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે જે બોલિંગ કરી તેનાથી ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ફાઈનલમાંપહોંચી ગઈ ભલે આપણે જીતી નહિ શકી પણ ત્યાં સુધી ગયા એમાં બે મુસ્લિમ ક્રિકેટરોનું મહત્વનું યોગદાન રહ્યું તે કોઈ નકારી શકે એમ નથી ત્યારે હાલ આવોજ એક કિસ્સો ahemdabad થી સામે આવ્યું છે જ્યાં બે મુસ્લિમ ભાઈઓએ એક હિંદુ મહિલા માટે એવું કરી બતાવ્યું કે આજે સમગ્ર ગુજરાતમાં તેમની તારીફ થઇ રહી છે.


 આપણે આજે જે વાત બતાવવા જઈ રહ્યા છે તે હકીકત મુસ્લિમ વિરોધી અંધ ભક્તો માટે માથાના દુખાવા સમાન છે કારણકે સમગ્ર ગુજરાતમાં હાલ કયાંક ને ક્યાંક અંધ ભક્તો દ્વારા માત્ર ને માત્ર એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અને તેજ કોમના બે હીરો દ્વારા એક હિંદુ મહિલાને તહેવારોના દિવસમાં ખરે ખર માનવતા ભર્યું કામ કરી દરેક અંધ ભક્તોને બતાવી દીધું કે સાચા મુસ્લિમ માત્ર ને માત્ર દેશ ભક્ત અને દેશ પ્રેમી છે ને વિરોધ કરવા વાળા છે તે પોતાની દેશ ભક્તિ પુરવાર કરે ? 


 ઘટના ગાંધીના ગુજરાતની છે કે જ્યાં ahemdabad શહેરમાંથી એક માનવતા ભર્યું ઉદાહરણ સામે આવ્યું અને જેમાં દિવાળીનું પવિત્ર તહેવારની સીઝન ચાલી રહી હતી અને જેમાં આ ઘટના દિવાળીના દિવસોમાં 14 તારીખ ના રોજ બની હતી જ્યાં ahemdabad ના એક મહિલા કે જેમનું નામ "કંકુબેન બાબાજી સોલંકી" છે જીહા નામ તમે બરોબર સાભળ્યું છે આ બેન કે જેવો ahemdabad કોર્પોરેશન સંચાલિત રોડ પર ચાલતી સેવાઓ માંની એક સેવા એવી  એએમટીએસ બસ કે જે ahemdabad ની જનતા કે જેમાં અંદાજીત લાખોની સંખ્યામાં મુસાફરી કરતા જોવા મળતા હોય છે અને જેમાં મુસાફરી દરમિયાન આ બેન પોતે મુસાફરી કરતા હતા અને ahemdabad ની બસનો જે રૂટ હતો તે બસ જે સરખેજ થી લઇ મેઘાણીનગર પાસે ગાડી નંબર gj 27 td 1135 છે અને જે બસના ડ્રાઇવરનું નામ જાણી દરેકના હોશ ઉડી ગયા કારણ કે તે કોઈ બીજા ધર્મના નહિ પણ જે કોણને ટાર્ગેટ કરવામાં આવી રહી છે તેજ કોમના બે વ્યક્તિ એવા ગુજરાતના હીરો બનીને સામે આવ્યા. 



બસ ડ્રાઈવર મોહમ્મદ ઈકબાલ અને એજ બસનો કંડકટરનું જેમનુ નામ મોહમ્મદ અયાજ શેખ હોવાનું સામે આવ્યું છે, કે જેઓ બસ લઈને ahemdabad ના રૂટ પર 31 નંબરની બસનો હોય અને ત્યારે આ બંને ડ્રાઇવર અને કંડકટરને અચાનક એક દાગીના અને પૈસા રૂપિયા ભરેલ એક બેગ નજર સમક્ષ આવી અને જેમાં અંદાજીત 40 હજારથી પણ વધુ રૂપિયા સહીત સોનાના દાગીના એક થેલીમાં જોવામાં આવ્યા હતા. 


 મોહમ્મદ અયાજ શેખ બસ કંડક્ટર તરીકે તેમાં ફરજ પર હાજર હતા અને ઈમાનદાર મોહમ્મદ અયાજ શેખની નજર અચાનક થેલી પર પડતા આ બેગ કોણી છે એમ વિચાર આવ્યો અને તરત તેણે ડ્રાઇવરને બતાવી કે અહી એક બેગ પડી છે જે કોઈ ભૂલી ગયું લાગે છે અને ઈમાનદારી ની બીજી મિશાલ એવા બસ ડ્રાઈવર મોહમ્મદ ઈકબાલ પણ એજ સમયે પોતાની ઈમાનદારી સાબિત કરી અને બંને જણા મળીને એ બેગને લાલ દરવાજા ખાતે આવેલ એમની હેડ ઓફિસ જે ઝીરો ઓફિસના નામથી ઓળખાય છે જ્યાં આપવા ગયા કારણ કે જો કોઈએ વ્યક્તિ ભુલાયેલી બેગ શોધતો શોધતો આવે તો લાલ દરવાજા જરૂરથી આવશે અને બસ ડ્રાઈવર સહીત કંડક્ટર બંને આ બેગ લાલ દરવાજાની હેડ ઓફિસ ખાતે આપી દીધી હતી.


 ahmedabad ખાતે કામ બસમાં કામ કરતા મોહમ્મદ ઈકબાલ મેઘાણીનગર જવા માટે રવાના થયા અને એવામાં કંકુબેન બાબાજી સોલંકી એ એજ સમયે લાલ દરવાજા ખાતેની હેડ ઓફિસ પર  સંપર્ક કર્યો અને જ્યાં એ મહિલાએ જે બસમાં મુસાફરી કરી હતી એ બસની ટિકિટ પણ મહિલા જોડે મળી આવી હતી અને ઘણી ચકાસણી પછી ahmedabad ની લાલ દરવાજા એએમટીએસના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે પૈસા અને દાગીના સાથેની બેગ જે ભૂલી ગયેલ હતી તે વ્યક્તિ હી આ બેગને લેવા આવ્યા છે. 



ahmedabad ની આ હેડ ઓફીસ ખાતેથી અધિકારીઓએ દ્વારા બસ ડ્રાઈવર સહીત એજ બસના કંડકટરને તરત બોલાવવામાં આવ્યા અને બસ ડ્રાઇવર સહીત કંડક્ટર બંને મળી ઈમાનદારી પૂર્વક સાબિતી આપતા કહ્યું હતું કે જી હા અમારી બસમાં આજ બેન મુસાફરી કરવા આવ્યા હતા  અને એમની જ આ દાગીના અને પૈસાની બેગ હોવાનું કહીને ઈમાનદારી પૂર્વક સાબિતી આપી હતી.


 મહિલાને પોતાની બેગ મળતાની સાથે જ બસ ડ્રાઇવર સહીત કંડકટરનો આભાર માન્યો હતો અને આ દિવાળી દરમિયાન આટલું પુણ્યનું કામ જે આ બંને મુસ્લિમ ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે એ એના માટે હું દિલથી એમનો આભાર માનું છુ અને બંનેને આ મહિલા દ્વારા બંને મુસ્લિમ ઈમાનદાર બસ ડ્રાઈવર મોહમ્મદ ઈકબાલ અને એજ બસનો કંડકટરનું જેમનુ નામ મોહમ્મદ અયાજ શેખ બંનેની ઈમાનદારીને બિરદાવી હતી અને કીધું હતું કે આવા ઈમાનદાર ડ્રાઇવર સહીત કંડકટર જો આપણા અમદાવાદ કોર્પોરેશનની એએમટીએસ બસમાં પોતાની સેવા આપતા હોય તો ahmedabad ની જનતા ને કોઈ પણ જાતનું કે પોતની વસ્તુ ખોવાય તો પણ એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આવા ઈમાનદાર લોકો વડે તમને પરત મળી જશે. 


 મહત્વનું છે કે આ બંને મુસ્લિમ ઈમાનદાર બસ ડ્રાઈવર મોહમ્મદ ઈકબાલ અને એજ બસનો કંડકટરનું જેમનુ નામ મોહમ્મદ અયાજ શેખ કે જેઓ દ્વારા અગાઉ 14.8.2023 ના રોજ પણ એવીજ રીતે એમની બસમાં મુસાફરી કરતા એક શખ્સ દ્વારા અંદાજીત 5000 રૂપિયા ભરેલ પોતાનું પર્સ એમની બસમાં ભૂલી જતા અહી પણ આ બંને ઈમાનદાર દ્વારા આ પાકીટને પણ પોતાની ahmedabad ખાતેની લાલ દરવાજા ખાતે આવેલ હેડ ઓફિસ ખાતે આપીને જમા કરાવ્યું હતું. 


 ahmedabad ની આ બસ ડ્રાઈવર અને કંડકટર જે પાકીટ જમા કરાવ્યું એ પાકીટને શોધવા એક વ્યક્તિ લાલ દરવાજાની હેડ ઓફિસ ખાતેનો સંપર્ક કરીને અંદાજીત રૂપિયા 5000 નો પર્સ લેવા આવ્યો હતો અને એ વ્યક્તિને પણ એનો પપર્સ મળી ગયો હતો. 


 મહત્વનું છે કે આવી રીતે અનેક ઉદારતા અને ઇન્સનીયાતનું કાર્ય જે ahmedabad ની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ એએમટીએસ દ્વારા ડ્રાઇવર મોહમ્મદ ઈકબાલભાઈ સહીત કંડકટર મોહમ્મદ અયાજ  શેખ જેવા ઓની ભરતી કરે તે જરૂરી બન્યું છે.