ઈસ્લામમાંથી શીખવાની જરૂર છે : RSS વડા મોહન ભાગવત

ઈસ્લામમાંથી શીખવાની જરૂર છે : RSS વડા મોહન ભાગવત

ભારતભરમાં હિન્દુત્વના નામે કેટલાક સમાજના દુશ્મન ધર્મની આડમાં રાજનીતિ કરી ચોક્કસ ધર્મના લોકોને ટાર્ગેટ કરી અને રીતસરનું હેરાન કરતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવી ચુક્યા છે અને જેમાં અનેક જગ્યા એ તો મોબ્લીંચિંગના નામે મોત પણ થઈ ચુકી છે અને હિંદુ મુસ્લિમ એકતાને તોડવાની પણ કોશિશ કરવામાં આવી છે. ત્યારે જ્યાં પણ RSS ની વાત આવે એટલે લોકો માત્ર ધર્મની રાજનીતિનું વિચારે એવી ક્યાંકને ક્યાંક લોકોની માનસિકતા બની ગઈ છે. ત્યારે હિંદુ મુસ્લિમ કરી અને લોકોને ગુમરાહ કરતા કેટલાક સમાજના દુશ્મનોને મોહન ભાગવતે જાણે પોતાની વાતોથી તમાચો માર્યો હોય તેવી રીતે મોહન ભાગવતે મુસ્લિમ સમાજ પાસેથી સીખવાની જરૂર છે એવું કહેતા ચર્ચાનો વિષય બની ગયો છે. 



ભારતમાં RSS એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જેના વડા એટલે મોહન ભાગવત જ્યાં મોહન ભાગવત દ્વારા એક વાત કહેવામાં આવી અને જેમાં મોહન ભાગવત દ્વારા ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને પોતે એક મોટું નિવેદન લઈને સામે આવ્યા છે જેમાં તેમણે સોમવારના રોજ કીધું હતું કે મુસ્લિમોનું ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જોઈએ. અને દરેક ધર્મના અનુયાયીઓએ એકબીજાને ભાઈ અને બહેન તરીકે માન આપવું જોઈએ આ વાત કહેતાની સાથે જ જાણો હિંદુ મુસ્લિમ કરતાઓ મુજવણમાં મુકાઇ ગયા હોય તેવું આ નિવેદન સામે આવ્યું છે.


 મોહન ભાગવતે વધુ નાગપુરમાં કહ્યું કે ભારતીય સમાજ વૈવિધ્યસભર છે અને દરેક વ્યક્તિ જાણે છે કે તે એક સમાજ છે અને તેઓ તેની વિવિધતાને પણ સ્વીકારે છે. જ્યાં બધાએ એક થઈને આગળ વધવું જોઈએ અને એકબીજાની પૂજા પદ્ધતિનો આદર કરવો જોઈએ વધુમાં મોહન ભાગવતે કીધું કે 



મોહન ભાગવતે કહ્યું કે હજારો વર્ષોથી ચાલી રહેલા અન્યાયને કારણે લોકો વચ્ચે અંતર છે. અને તેમણે વધુમાં કહ્યું હતું કે આક્રમણખોરો ભારતમાં આવ્યા અને તેમની વિચારધારા પોતાની સાથે લઈને આવ્યા હતા જ્યાં જેને કેટલાક લોકોએ અનુસર્યા, પરંતુ આ સારી વાત છે કે આ વિચારધારાથી દેશની સંસ્કૃતિને કોઈ અસર થઈ નથી.


 રેશમબાગમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના કાર્ત્યકર્તા વિકાસ વર્ગ 2 ના સમાપન કાર્યક્રમ વખતે RSS ના તાલીમાર્થીઓના મળેલા મેળાવડાને સંબોધતા RSS ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે અલગ અલગ સ્થળો અને સમાજમાં સંઘર્ષ સારો નથી અને દરેક વ્યક્તિએ એમ માનીને આગળ વધવું જોઈએ કે ભારત દેશ આપણો છે અને આ ધરતી પર જન્મેલા તમામ લોકો આપણા પોતાના છે. 


 


મોહન ભાગવતે ભારપૂર્વક વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળને ભૂલી જવું જોઈએ અને દરેકને પોતાના તરીકે સ્વીકારવું જોઈએ. જ્યાં ભાગવતે વધુમાં કહ્યું કે જાતિવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવો જોઈએ. અને તેમણે RSSના અધિકારીઓને સમાજમાં સામાજિક સમરસતા માટે કામ કરવા માટે વિશેષ રૂપથી કહ્યું હતું.