ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાતા CM એ કમિશ્નર પાસેથી માહિતી માંગી

ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાતા CM એ કમિશ્નર પાસેથી માહિતી માંગી

ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાયું. મુખ્યમંત્રીએ મનપા કમિશ્નર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ઉકાઈ ડેમની ટિમ સાથે સુરત મનપા સાથે સતત સંપર્કમાં છે. વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર મનપા સતત મોનીટરીંગ રાખી રહી છે. લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે, દરિયા કિનારે અને પાણી ભરાયુ હોય ત્યાં ન જવાની સૂચના અપાઈ. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોની સ્થળાંતર કરાયું.



કતારગામના શબરી નગર, ડકક ઓવારા અને રેવા નગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ઉકાઈ ડેમ અને ભારે વરસાદના કારણે જે જે વિસ્તારને વધારે અસર ત્યાં અગાઉથીજ માર્કિંગ કરવામાં આવ્યુ છે. આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો એલર્ટ આપવામાં આવશે.