સુરતમાં આવેલ આયુર્વેદીક ગરનાળા પાસે જાહેર રોડ પરથી એમ.ડી.ડ્રગ્સ ૨૫૦.૩૧૦ ગ્રામ કિં.રૂ.૭,૫૦,૯૩૦/-, ના માદક પદાર્થનાં જથ્થા સહીત કુલ્લે કિં.રૂ.૭,૭૨,૪૬૫/-મત્તાના મુદ્દામાલ સાથે રીઢા આરોપીને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસ
"NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમનાઓએ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફીયાઓ તથા તેમની ગેંગના સીન્ડીકેટ સભ્યોને પકડી પાડવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમનાઓની સુચના અને પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.સી.બી.પો.સ્ટે.ના રાહબરી હેઠળ ડી.સી.બી.પો.સ્ટે.ના જનરલ સ્કોર્ડના પો.સ.ઈ તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા.તે દરમ્યાન ટીમના માણસોને બાતમી મળી હતી
બાતમીની હકીકતને આધારે તા.૨૪/૦૩/૨૦૨૬ ના રોજ રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર પ્રહલાદરામ ડારા નામનો ઇસમ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઇ સુરત રેલ્વે સ્ટેશન પાસે કોઇને ડીલેવરી કરવા આવનાર છે,જે હકિકતથી ઉપરી અધિકારીશ્રીઓને વાકેફ કરતા તાત્કાલીક સદર બાતમીની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપવામા આવેલ હતી
ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી અને તેઓની ટીમ દ્વારા આયુર્વેદીક ગરનાળા પાસે જાહેર રોડ પરથી આરોપી (૧) નરેન્દ્ર ઉર્ફે નરેશ S/o પ્રહલાદરામ ડારા (બિષ્નોઇ) રહે. સાકરળાબેરા વોર્ડ નં:-૨૬, બાલોતરા જી.બાલોતરા (રાજસ્થાન) નાને માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્સ નેટ વજન ૨૫૦.૩૧૦ ગ્રામ કિં.રૂ.૭,૫૦,૯૩૦/- તથા રોકડા રૂપિયા ૧૫૩૫/- તથા મોબાઇલ ફોન નંગ-૧ સહીત કુલ્લે રૂપિયા.૭,૭૨,૪૬૫/- ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPS એક્ટ હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્સ નેટ વજન ૨૫૦.૩૧૦ ગ્રામ કિં.રૂ. ૭,૫૦,૯૩૦/-
(૨) રોકડા રૂપિયા.૧૫૩૫/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૨૦,૦૦૦/-,
કુલ રૂપિયા.૭,૫૦,૯૩૦/-
વિશેષ હકિકત
આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ S/o પ્રહલાદરામ ડારા (બિષ્નોઇ) સને:-૨૦૨૪ ના જુલાઇ મહીનામાં રાજસ્થાન સાયલા પોલીસ સ્ટેશનમાં ૪૫ ગ્રામ એમ.ડી.ડ્રગ્સમાં ઇન્દ્રસેન રાજપુત સાથે પકડાયેલ હતો.જે ગુનામા તા.૧૬/૦૩/૨૦૨૬ ના રોજ જામીન ઉપર મુકત થયેલ છે. અને આરોપી નરેન્દ્ર ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરેલ છે અને હાલ બેકાર છે. સાથે મજકુર આરોપી સદર માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના એક ઇસમ પાસેથી લાવેલ હોવાની હકીકત જાણાવે છે સદર ઇસમની તપાસ હાલ ચાલુ છે.
પકડાયેલ આરોપીનુ નામ:
(૧) નરેન્દ્ર ઉર્ફે નરેશ S/o પ્રહલાદરામ ડારા (બિષ્નોઇ) રહે. સાકરળાબેરા વોર્ડ નં:- ૨૬, બાલોતરા જી. બાલોતરા (રાજસ્થાન)
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
(૧) રાજસ્થાન જી.જાલૌર સાયલા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૦૧૫૬/૨૦૨૪ NDPS એક્ટ મુજબ