એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારુ નીકળ્યો

એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારુ નીકળ્યો

સુરતમાં હવે એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. અમેબ્યુલ્ન્સની અંદર ગુપ્ત ખાનાઓ બનાવીને દારૂનો જત્થો સંતાડીને હેરાફેરી કરવામાં આવતી હતી. સરથાણા પોલીસે એમ્બુય્લ્ન્સ અને દારૂ મળી કુલ ૮.૭૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



સુરતમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવાતા હોવાનું અગાઉ પણ સામે આવી ચુક્યું છે એવામાં હવે એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે.



સરથાણા પોલીસે એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. પોલીસે એમ્બ્યુલન્સમાં તપાસ કરતા તેમાં ગુપ્ત ખાના બનાવીને દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. જેમાંપોલીસ દ્રારા તપાસ કરતા એમ્બ્યુલન્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવ્યો હતો.દારુની કુલ ૧,૬૯,૪૪૦ નો મુદામાલ સાથે એક મોબાઈલ તેમજ ૭ લાખની એમ્બ્યુલન્સ મળી કુલ ૮,૭૪,૪૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના વતની એમ્બ્યુલન્સના ડ્રાઈવર નરેશભાઈ પુનમારામ બિશનોઈની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.