એસટી બસ ચાલકે વિદ્યાર્થિનીને કચડતા મોત

એસટી બસ ચાલકે  વિદ્યાર્થિનીને કચડતા મોત

સુરત શહેરમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. લસકાણા વિસ્તારમાં પુરઝડપે દોડતી એસટી બસની અડફેટે આવતા BBAમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો છે, જ્યારે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.


સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
માહિતી મુજબ, સ્વાતિ સોલંકી નામની ૨૦ વર્ષીય વિદ્યાર્થિની પોતાના એક્ટિવા પર પસાર થઈ રહી હતી, ત્યારે પુરઝડપે આવી રહેલી એસટી બસે તેને જોરદાર ટક્કર મારી હતી.


વિડીયોની લીંક જોવા માટે અહી ક્લિક કરો  : https://www.instagram.com/the.gujaratpost/reel/DX9QS89penw/


અકસ્માત એટલો ભયાનક હતો કે સ્વાતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જો કે, ટૂંકી સારવાર દરમિયાન જ સ્વાતિનું કરુણ મોત નીપજ્યું હતું.


અકસ્માત બાદ એસટી બસનો ચાલક બસ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં બસની તેજ ગતિ સ્પષ્ટ જોવા મળે છે.લસકાણા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ કબજે કર્યા છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.