કતારગામમાં ભંગાર વિણતા શખ્સે કર્યું ૫ વર્ષના બાળકનું કર્યું અપહરણ

કતારગામમાં ભંગાર વિણતા શખ્સે કર્યું ૫ વર્ષના બાળકનું કર્યું અપહરણ

સુરતમાં રથયાત્રા અગાઉ કતારગામમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. રસ્તા પરની ફૂટપાથ પર રહેતા બાળકને ભંગાર વિણવાનું કામ કરનારે અપહરણ કર્યું હતું. આ બાળકને અપહરણ કરી લેવાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું.સુરતમાં રથયાત્રા પેહલા કતારગામ વિસ્તારમાંથી એક બાળક ગુમ થયું હતું જેના વાલી દ્વારા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં બાળક વાલીએ શંકા વ્યક્ત કરી હતી કે બાળક ભંગાર વીણવાનું કામ કરતા વ્યકતિ સાથે મિત્રતા જેવા સબંધ હતા જે આધાર પર પોલીસે સીસીટીવી કેમેરા જોવામાં શરૂ કર્યા હતા ભંગાર વીણવાનું કામ કરતો ઈસમ ની ઓળખ કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતેથી બાળકને હેમખેમ મુક્ત કરવાવામાં આવ્યું હતું કતારગામમાં પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. ભંગાર વિણતા શખ્સે અપહરણ કર્યું હતું. ફૂટપાથ પર રહેતુ બાળક ગમી જતા આરોપીએ અપહરણ કર્યું હતું.અમદાવાદ રેલવે પોલીસે અપહરણકર્તાને દબોચી લીધો હતો. પોલીસે બાળકને મુક્ત કરાવ્યું હતું. 32 વર્ષીય દીપક બાબુરાવ ઇંગ્લેની પોલીસે ધરપકડ કરીને બાળકને મુક્ત કરાવવામાં આવ્યું છે. કતારગામમાં ફૂટપાથ પરથી ગુમ થયેલા 5 વર્ષના બાળકને કતારગામ પોલીસે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી આરોપીને પકડી પાડી બાળકને તેના ચુંગલમાંથી છોડાવ્યો છે. આરોપી ભંગાર વિણવાનું કામ કરે છે. બાળકને લેવા માટે સુરત પોલીસ અમદાવાદથી લઈ આવી હતી.