કદીર પીરઝાદા એ કોમ માટે કશું કર્યું નહિ અને અસલમ સાયકલવાલા આજે સુરતના મુસ્લિમ માટે કોઈ આવાજ ઉઠાવી રહ્યાં છે તો કદીર બાપુ ના પેટમાં દુઃખવાનું શરૂ થઈ ગયું એવી વાતો સોસીયલ મીડિયામાં વહેતી થઈ છે, જ્યાં અસલમ સાયલકવાલા પર સૈયદપુરાની ઘટના પછી ફરિયાદ થતા કોંગ્રેસ vs કોંગ્રેસ શરૂ થયું છે, ત્યારે સુરતના મુસ્લિમ કોને પોતાની સમાજનું નેતૃત્વ કદીર પીરઝાદા કે જેવો આજ સુધી સુરતના મુસ્લિમ માટે કશું કર્યું નહીં એમને સાથ આપશે કે પછી હર હમેશ હિન્દૂ સહિત મુસ્લિમ બંને કોમને સાથે લઈ ચાલનારા અસલમ સાયકલવાલાને સાથ આપશે તેવી વાતો વહી રહી છે.
સુરતમાં કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા સામે ફરિયાદ નોંધાઈ છે. અને જેમાં કહેવામાં આવ્યું છે કે સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં હિન્દૂ મુસ્લિમનું કે કોમવાદી દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં સોશિયલ મીડિયા પર ધાક ધમકીથી અસલમ સાઇકલ વાલા દ્વારા વૈમનસ્ય ફેલાવાનો પ્રયાસ કરાયો હતો. અને પેગંબર મોહમ્મદ સાહેબના જન્મ દિવસને સમગ્ર વિશ્વ મનાવે છે ત્યારે સુરત ખાતે પણ આજ તહેવાર મુસલિમ બિરાદરો પોતાની સૌથી મોટી ઈદ તરીકે મનાવે છે. ત્યારે જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે ઝેર ઓકનાર 11 લોકો વિરોધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
સુરત શહેરના સૈયદપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ ઝૂલુસનો મુદ્દો રાજનીતિક બન્યો હતો અને ઇદનું જુલુસ તુંકાવીને પૂર્ણ કરવાની આગેવાનોની જાહેરાત થઈ હતી જેમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજના આગેવાનોને ટ્રોલ કરવાના નામે કોમી વૈમનસ્ય ફેલાવતા 10 જેટલા વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. હિન્દૂ મુસ્લિમ કરવાના નામે કોંગ્રેસના અને ખાસ કરીને સુરતના મુસ્લિમ માટે ચાહિતા નેતા અસલમ સાયકલવાલાનો દોરી સંચાર હોવાના આક્ષેપ સાથે 11 લોકો વિરૂદ્ધ લાલ ગેટ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સમગ્ર બનાવ બાબતે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ ખુલાસો આપ્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસનો ઇન્ટર્નલ પોલીસ્ટિક્સનો હું ભોગ બન્યો છું અને જુલુસ એ મોહમ્મદી શાંતિથી નીકળ્યું એ કેટલાકને વાત પસંદ પડી નહીં અને અસલમ સાયકલવાલાએ કોંગ્રેસના નેતા કદીર પીરઝાદા સામે આરોપ લગાવ્યો છે અને પોલીસ ફરિયાદ પાછળ કદીર પીરઝાદાનો હાથનું પણ સાયકલવાલાએ જણાવ્યું હતું.
સૈયદપુરા ઘટના બાદ મુસ્લિમો જ બન્યા મુસલમાનના દુશ્મન આ વ્યક્તિઓ સામે થઈ ફરિયાદ
મહત્વનું છે કે મુસ્લિમ સમાજમાં અસલમ સાયકલ વાલા સારી એવી ઓળખ ધરાવે છે પરંતુ કદીર પીરઝાદા અને એમના મળતીયાઓ દ્વારા સમાજ સેવક અસલમ સાયકલવાલાને ટાર્ગેટ કરી અને ખોટા કેસમાં ફસાવી સુરત શહેરના મુસ્લિમો સાથે ખીલવાડ કરી રહ્યાં હોવાના આક્ષેઓ સોસીયલ મીડિયામાં થઈ રહ્યાં છે.