સુરતમાં ભારે બફારા વચ્ચે ગઇ કાલે પડેલા ધોધમાર વરસાદને પગલે કાદરશાહની નાળમાં પાણી ભરાયાં હતાં પાણી ઉતરતાની જતાં યુદ્ધના ધોરણે સફાઈ કરવા સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડો. મહેન્દ્ર પટેલ ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીના કારણે ભારે ઉકળાટથી શહેરીજનો અકળાઈ ગયા હતા અને અચાનક ગઇ કાલે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એક કલાક પડેલા ધોધમાર વરસાદે ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા ખાસ કરી કાદરશાહ અને ક્ષેત્રપાલ નજીક આવેલી સ્મિગા સ્કૂલ માં પાણી ભરાયાં હતા.પાણી ઉતરતાની જતાં યુદ્ધ ના ધોરણે સફાઈ કરવા સેન્ટ્રલ ઝોન ના ઇન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડો. મહેન્દ્ર પટેલ ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા