કાદરશાહની નાળ વિસ્તારના કેલાસ નગરમાં સંખેશ્વર કોમ્પ્લેક્ષમાં બાલ્કની થઇ ધરાશાહી

સુરત શહેરમાં જર્જરિત ઈમારતો ક્યાંકને ક્યાંક દરેક વિસ્તારમાં જોવા મળશે અને આવી ઈમારતોમાં જીવનું જોખમ હોવા છતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હાલ આપણે એવી જ એક ઈમારતની વાત કરી રહ્યા છે જે છે સુરત શહેરના કાદરશાહની નાળ વિસ્તાર પાસેના કેલાસ નગરની કે જ્યાં આવેલ વર્ષો જુની ભવ્ય ઈમારત શંકેશ્વર કોમ્પ્લેક્ષ નામથી જાણીતી આ સુરત શહેરની મોટામાં મોટી ઈમારતોમાંથી એક છે કારણે કે આનું ક્ષેત્રફ્લ એટલે એની પહોળાઈની જગ્યા ખુબ જ મોટી હોવાથી આ ઈમારત તમે ફરતે જોવા જવો તો ખોવાઈ જશો એટલી મોટી આ બિલ્ડીંગ આવેલી છે જે સંખેશ્વર કોમ્પ્લેક્ષનું એક ઈમારતી ગેલરી નો ભાગ અચાનક ધરાસાહી થતા અફરાતફરી મચી જવા પામી હતી.આવી જર્જરિત ઈમારત હોવા છતા આ ભવ્ય જર્જરિત ઈમારતને ઉતારી પાડવાની તસ્દી પાલિકા દ્વારા લેવામાં આવતી નથી.


 


સૌથી અગત્યની વાત જો કરવામાં આવે તો આ ઈમારતમાં વધારે પડતી હોસ્પિટલો આવેલી છે અને એમાં પણ નાના બાળકોની હોસ્પિટલો સૌથી વધારે હોવાથી જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એવા અનેક સવાલો હાલ ઉભા થઇ રહ્યા છે.