કુરતાની હદ વટવામાં આવી : યુવતીને મારી ડ્રમમાં રેતી સિમેન્ટ ભરી ફેકી દેવાઈ

કુરતાની હદ વટવામાં આવી : યુવતીને મારી ડ્રમમાં રેતી સિમેન્ટ ભરી ફેકી દેવાઈ

સમગ્ર રાજ્યમાં ક્રાઈમ વધવાની ઘટનામાં ક્યાંક ને ક્યાંક વધારો થઇ રહ્યો છે ત્યારે ક્રાઈમ ની જયારે વાત આવે ત્યારે ગુજરાતનું સુરત કોઈને યાદ નાં આવે એવું બને ખરું ?  ત્યારે રાજ્યના સુરત શહેરમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદ્રા રોડ ઉપર અવાવરું જગ્યાએથી એક શંકાસ્પદ હાલતમાં ડ્રમ મળી આવ્યું હતું. 


 મળતી માહિતી અનુશાર સુરતમાંથી આ લાશ હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા આ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. અને ત્યાં ફરજ પર તબીબ દ્વારા જોઈ ક્યાંક અલગ લાગતા તેને પોલીસને એને રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. 


 યુવતીને ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ આ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, અને રેતી સિમેન્ટ સાથે ભરીને સુમસામ અવાવરું જગ્યા એ ફેંકી દેવાયું હતું. જ્યાં હાલ તો આ સમગ્ર મામલે સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


 સુરતના ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. અને આ ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું જેમાંથી પગ જેવું ક્યાંક દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. અને જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. અને પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. જ્યાં પાંચ ફૂટના આ ડ્રમને તોડવા અબ્દુલભાઈ માંલ્બરીની એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. 


વિચિત્ર હત્યાના બનાવની જાણ થતા તાત્કાલિક ધોરણે એફએસએલની ટીમને પણ સુરતની સિવિલ હોસ્પિટલ બોલવામાં આવી હતી. જ્યાં દોડી આવેલી  FSL ની ટીમ દ્વારા અને અબ્દુલભાઈ મલબારીની એકતા ટ્રસ્ટ ની ટીમ દ્વારા ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ અને ડોકટરો અને ત્યાં હાજર દરેક શોકત થઇ ગયા હતા કારણકે આ ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. જ્યાં ડ્રમમાં યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું કામમાં લેવામાં આવતું એક પ્લાસ્ટિકનું ડ્રમ હતું. 



હત્યા કરાયેલી લાશ જોઈ ને સ્પષ્ટ થયું હતું કે આ ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. એટલે યુવતીને મારી અને પછી ઉંધી યુવતીને પ્લાસ્ટીકના ડ્રમમાં લાશ ને નાખી દીધી હતી.  જ્યાં યુવતીની લાશ કોઈને દેખાઈ નહિ એ માટે ડ્રમમાં ઉપરાંત કપડાના ડૂચા, અને રેતી, સિમેન્ટને ભરવામાં આવ્યા હતા. 



ડ્રમના વજની જો વાત કરવામાં આવે તો આ ડ્રમ અંદાજીત 200 થી 250 કિલોગ્રામ જેટલું હતું અને મહિલાની હત્યા કર્યા બાદ જ્યાં લાશને કેવી રીતે છૂપાવવી તે માટે ખૂબ જ ક્રૂરતા પૂર્વક લાશને પ્લાસ્ટીકના આ ડ્રમમાં નાખવામાં આવી તે જોઇને જ ખબર પડે છે. ત્યારે લાશને છુપાવવા રેતી સહીત સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન 200થી 250 કિલોગ્રામ જેટલું હતું. 



સુરત પોલીસ માટે પડકાર એ હતો કે આટલું ભારે ભરખમ ડ્રમ લઈ કેવી રીતે લઈને જવું? અને અંતે એક ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું.જ્યાં યુવતીની હત્યા કરી લાશને બહાર નિકાલવામાં આવી હતી 


હત્યા કરવામાટે આચરેલી ટ્રિક જોઈ પોલીસ અને તબીબો સહીત FSL ની ટીમ પણ  વિચારમાં પડી ગઈ હતી અને મોડીરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી આવ્યા હતા. જ્યાં ભેસ્તાન પોલીસે હાલતો હત્યાનો ગુનો નોંધવાની સાથે જે જગ્યા એથી ડેડબોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરુ કરી છે.