કારમાંથી બાઈક પર દારુની હેરાફેરી કરનારા ઝડપાયા

કારમાંથી બાઈક પર દારુની હેરાફેરી કરનારા ઝડપાયા

સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હતો સરથાણા વિસ્તારમાં ત્રણ ઈસમો કારમાંથી બાઈક માં દારૂનું કટિંગ કરતા હતા જે હકીકત મળતા પોલીસે ત્રણ આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી અને તેમની પાસેથી બે બાઈક, એક કાર અને દારૂનો જથ્થો મળી 4.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતોઆમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ પોલીસ દ્વારા રોજિંદા અનેક કેસો કરવામાં આવે છે બુટલેગરો શહેરમાં ગમેતે રીતે દારૂ લાવી વેચાણ કરે છે ત્યારે આવા બુટલેગર પર લાલ આંખ કરવામાં આવી રહી છે સુરતની સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં કારમાં કેટલાક ઈસમો દ્વારા દારૂ લાવવામાં આવ્યો છે જે હકીકત મળતા પોલીસે સરથાણા વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક પાસેની એક ગલીમાં રેડ કરવામાં આવી હતી.જ્યાં ત્રણ ઈસમો કાર માં ભરેલ દારૂનો જથ્થો બાઈકમાં કટિંગ કરતા હતા અને ત્યારબાદ બાઈક મારફતે અલગ અલગ જગ્યાઓ પર દારૂ વેચાણ કરવા જવાના હતા જે હકીકત આધારે પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી સાથે દારૂ ભરેલી કાર અને બે બાઈક કબ્જે લેવામાં આવી હતી આરોપીને પકડી તેની પાસેથી 4.52 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો