સુરત પોલીસ અને મનપા દ્વારા ગેર કાયદેસર અડચણરૂપ દબાણોને દુર કરવામાં કવાયત શરૂ કરી દીધી છે. સૌથી મોટી દબાણ હટાવવાની કામગીરી માનદરવાજા દરવાજા સ્થિત કરવામાં આવી છે.લોખંડી બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાયા હતા. સુરત મનપાને અત્યાર સુધી ગેરકાયદેસર દબાણો દેખાતા ન હતા. પંરતુ સુરત બનેલ ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ મનપાના અધિકારીઓ નિંદ્રામાંથી જાગ્યા છે અને સૈયદપુરા બુલ્ડોઝર ફેરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ હવે સુરત પોલીસ અને મનપા દ્વારા માનદરવાજાથી લઈને ભાઠેના સુધીના રસ્તા રહેલ અડચણ રૂપ દબાણો કરવાની સૌથી મોટી કાર્યવાહી કરાઇ હતી.સુરત પોલીસના ઉચ્ચ અધિકારી સહિતના પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે રોડ પર વાહનો પાર્ક કરેલ હોય તેવા વાહનો જપ્ત કરવાની કામગીરી કરાઇ હતી. તેમજ બંને સાઈડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેમજ શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા માર્કિંગ કરવામાં આવશે.બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા.