ગોલ્ડ પેસ્ટ બનાવી સ્મગલિંગ કરનારા ઝડપાયા

સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈ આવ્યા હતા.જોકે, સુરત એરપોર્ટ પર આવતા જ SOGએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4 શખસને ઝડપી પાડ્યાં હતાં. બાદમાં સોનાનાં ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને કારીગરે પેસ્ટ ઓગાળતા 900 ગ્રામ સોનું નીકળ્યું હતું જેની કિંમત 60 લાખથી વધુ હોઈ તેને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



દુબઈથી ગોલ્ડ સ્મગ્લિંગ કરી સુરત આવી રહેલાં એક મહિલા સહિત 4 શખસની ધરપકડ કરી છે. સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગ્લિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે તેમને ઝડપી પાડ્યા હતા. SOGએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગ્લિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે.જેમાં એક મહિલા સહિત ચાર લોકો સામેલ છે. ગોલ્ડ સ્મગ્લિંગ માટે આ વખતે નવો કીમિયો સામે આવ્યો છે.જ્યાં આરોપી દ્રારા ટ્રાવેલની બેગની અંદર પેસ્ટ બનાવીને દુબઈની ફ્લાઈટથી સુરત આવ્યા હતા.



બેગની તપાસ કરતા તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું હતું, ત્યારબાદ SOGએ પોતાના જ ઓફિસમાં સોનાનાં ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને તેની તપાસ કરી હતી અને તે ગોલ્ડ નીકળ્યું હતું.જોકે હાલ તો પોલીસ એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે