ગૃહ મંત્રીના શહેરમાં હત્યાનો સીલ સિલો યથાવત

સુરતમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સંત તુકારામના આવાસમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે 21 વર્ષે રિશી બિરાડે નામના યુવકની હત્યા કરવામાં આવી છે નજીવી બાબતે બોલાચાલીમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને આ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. જ્યાં સામાજિક તત્વો દ્વારા માત્ર હોર્ન મારી ટન લેવા કહેવા બાબતે બે લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે .હાલ તો અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.