એક તરફ જ્યાં યોગી આદિત્યના જે અનેક જગ્યાએ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને હટાવાની કામગીરી ચાલી રહી હોવાની વાતો સોશિયલ મીડિયામાં વેહતી થઇ હોય અને એવામાં કોઈ દરગાહમાં ચમત્કાર સામે આવે એટલે ખરેખર આશ્ચર્યજનક રીતે લોકોમાં કુતુહલ સર્જાય તે વ્યાજબી છે. ત્યારે આપને હાલ એવી જ એક વિચિત્ર કહી શકાય એમ એક દરગાહ પર ચમત્કાર એટલે "કરામત" થઇ છે.
ગુજરાતમાં આવેલ અમરેલી જીલ્લો કે જ્યાં આ જીલ્લાના ધારીના ખાંભા નજીક આવેલ એક પીર બાબાની દરગાહ જેમને કાળુશાપીરની દરગાહ તરીકે લોકો જાણે છે. અને અહી અચાનક એક કરામત એટલે ચમત્કાર સર્જાયો જેમાં કાળુશાપીરની દરગાહ એટલે એમની કબર અચાનક શ્વાસ લેવાનું શરુ કરતા આ વાત વાયુવેગે લોકો સુધી પહોચતા દુર દુરથી ભક્તોની ભીડ જાણે ઉમટી પડી હતી. અને જોત જોતામાં હજારોની સંખ્યામાં લોક ટોળું અહી ભેગું થઇ ગયું હતું.
મળતી માહિતી અનુશાર બપોર બાદ અંદાજીત ત્રણને પિસ્તાલીસ એટલે પોણા ચાર વાગ્યાના આસપાસ કાળુશાપીરની દરગાહની કબર રીતસરની શ્વાસ લેતી હોય એવું ખાદીમને જોવા મળતા મુંજાવરની નજર પડી હતી. ત્યારે વાયુ આ વેગે વાત ફેલાતા લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. અને ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારથી લોકોની ભીડ વઘતા સરકારી તંત્ર એટલે મામલતરની ટીમ દોડી ગઈ હતી અને ત્યાં બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
આ દરગા ની કરામત જોયા પછી ત્યાના હિંદુ મુસ્લિમ લોકો કહી રહ્યા છે. કે આ કાળુશાપીર બાબાની દરગાહની જીવતી કરામત છે. જેનાથી એક વાત સ્પષ્ટ થાય છે. કે કોઈ પણ દરગાહમાં સુતેલા પીર બાબા ખુદાની બંદગી કરતા હોય છે. અને તેવો અહી મૃત્યુ પામતા નથી અહી તેવોની રૂહ આત્મા જીવિત હોય છે. તે આજે કાળુશાપીરની દરગાહ પર જોવા મળ્યું હતું.