સુરતમાં ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડયો ગત તારીખ 4 જૂન ના રોજ અમરોલી વિસ્તારમાં ઘર ફોડ ચોરીની ઘટના બની હતી આ ઘર ફોડ ચોરીનો 20 વર્ષીય આરોપી મુકેશ ઉર્ફે લાલુ ધીરુભાઈ સરવૈયા અમરોલી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ આરોપીને પકડવા અમરોલી વિસ્તારમાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો પોલીસ આરોપીને લઈ કોઝ વે પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસથી બચવા આરોપી તકનો લાભ લઈ તાપી નદીમાં કૂદી પડ્યો જેથી નદીમાં કૂદકો માર્યા બાદ આરોપી તાપી નદીમાં વચ્ચે ફસાયો હતો જેથી પોલીસએ આરોપીને પકડવા ફાયર વિભાગ ને જાણ કરી ફાયર વિભાગને જાણ થતા ડભોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની બે ગાડીઓ બોટ સાથે કોઝવે ખાતે દોડી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર બ્રિગેડ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડ્રોન ટીમ દ્વારા બોટમાં બેસીને ટાપુ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
આખરે, ડ્રોન કેમેરાની મદદથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું. લગભગ ચાર કલાકની ભારે જહેમત અને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાં કોથળા વીંટીને સંતાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઇ સરવૈયાને શોધી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી. ફાયર વિભાગ, ક્રાઈમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ તેમજ ડ્રોન ની મદદથી આરોપીને ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે