એમતો આપણે કારમાં આગ લાગવાની અનેક ઘટનાઓ જોઈ હશે પરંતુ આજે અમે તમને એક એવી વાયરલ વિડીયો બતાવ જઈ રહ્યા છે જેમાં કારમાં આગ તો લાગી છે પરંતુ એ કારમાં લાગેલી આગ છતા કાર વગર ડ્રાઈવરે રોડ પર ભાગતી નજરે ચડી રહી છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજસ્થાનના જયપુરના અજમેર રોડ ઉપર એલિવેટેડ રોડ પર શનિવારે આ વિચિત્ર ઘટના બની હતી અને જ્યાં અજમેરના સુદર્શનપુરા પુલિયા તરફ જતા માર્ગે ડ્રાઇવર વિનાની આ દોડતી કારમાં આગ લાગી હતી. અને આ સળગતી કાર ત્યારે પાર્ક કરેલ વાહન સહીત મોટરસાઇકલ સાથે અથડાઈ હતી અને નજીકના વાહનચાલકોને સલામતી માટે હટાવાની ફરજ પડી હતી.
આ સળગતી કાર આખરે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, અને સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, જ્યાં વ્યસ્ત ટ્રાફિક હોવા છતાં કોઈ ઈજા થઈ ન હતી. અને જેમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા આ વિડિયોએ આ વિચિત્ર ક્ષણને કેમરામાં કેદ કરી હતી. જ્યાં ડ્રાઈવર વગરની આગથી લાપ્તાયેલી દોડતી કારને જોતાં મોટરસાઇકલ સવારોએ તેમની બાઇક છોડી દીધી હતી.