જુઓ કેવી રીતે પલટી સ્કુલ વાન..cctv થયા વાયરલ

જુઓ કેવી રીતે પલટી સ્કુલ વાન..cctv થયા વાયરલ

સુરતના કીમ ઓલપાડમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં વાનમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા પહોંચી છે. જેમાં બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે શાળાએ જતાં સમયે ઇકો કારનાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી ત્યારે કાર પલટી જવાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના કીમ ઓલપાડ વિસ્તારમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે, મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા તેમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6ને ઇજા થઈ હતી. આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે તપાસ આદરી છે.