જુઓ ઘરફોડ ચોરી કરનાર બે પકડાયા

જુઓ ઘરફોડ ચોરી કરનાર બે પકડાયા

સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસે અઢી માસ પહેલા થયેલો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીઓની ધરપકડ કરી હતી. ચોરીમાં ગયેલ રૂપિયા 6,11,801 મત્તાનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો છે. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.



બંને પાસેથી 6.11.801 લાખના સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે. ઉન શાકભાજી માર્કેટ વિસ્તારમાંથી રાજેશ યાદવ અને કમલેશ વર્માની ધરપકડ કરવામાં આવી છે.બંને આરોપી ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને ત્યાં અનેક ગુનાઓને અંજામ આપીને ગુજરાતમાં છુપાયા હતા. અહીંયા પણ તેઓએ તેમના બદઈરાદાને અંજામ આપ્યો છે.