જુઓ નકલી SMC કમર્ચારીનો કારસ્તાન

જુઓ નકલી SMC કમર્ચારીનો કારસ્તાન

સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટયો છે.ત્યારે સરથાણા પોલીસે નકલી SMC કર્મચારી ઝડપી પાડ્યા છે. SMC કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો. પોતાને વકીલ જણાવતો રોહનગીરી ગૌસ્વામી છેલ્લા એક વર્ષથી આ રીતે લોકોને ઠગતો હતો. આ માટે તેણે બે મહિલાઓને પણ નોકરી પર રાખેલી હતી. હાલ તો આ મામલે સરથાણા પોલીસ દ્વારા બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે, ખાણીપાણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે. આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય થઈ હતી.FSSAIનું લાયસન્સ શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગૌરખધંધો ચાલી રહ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકીની સક્રિયતા વધુ હતી. સરથાણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે. આવી દુકાનોના સંપર્ક કરીને દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને એફએસએસએઆઈનું બોગસ લાયસન્સ થોડીક મિનિટોમાં પકડાવી દેવાય છે. આના માટે રૂા. 100 ઓનલાઈન ફી અને રૂા. 2680 વિવિધ ચાર્જના નામે વસુલવામાં આવે છે. એની રસીદો પણ આપવામાં આવી રહી હતી. આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા. 


સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC ના કર્મચારી ન હોવા છતા SMCના કર્મચારી પહેરે તેવો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઉભી કરી દુકાનદારોને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના લાઈન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો લાવવા ઠગાઈ કરતા આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે વકીલ તરીકે પોતાની ઓળખ આપતાં 37 વર્ષીય રોહનગીરી અશોકગીરી ગૌસ્વામીને ઝડપી પડ્યો હતી. આ સાથે બે મહિલાઓને પણ ઝડપી પાડવામાં આવી હતી. વકીલે નકલી પાલિકા અધિકારી બનીને બે મહિલાને પાલિકાની નોકરી પણ આપી દીધી હતી. 



તે મનપાના કમચારીઓ જેવો યુનિફોર્મ  ડ્રેસ આપવામાં આવ્યો હતો. જેના કારણે આ યુવતીઓ દુકાનદાર પાસે જાય ત્યારે એ એના ડ્રેસ પરથી એવું માની લે છે કે આવેલી યુવતીઓ મનપાની કર્મચારીઓ જ હશે.આ યુવતીઓને FSSAIના લાયસન્સ વિશે જાણકારી પણ અપાય હતી જેથી કરીને તેઓ દુકાનદારોને ભોળવી શકે. આરોપી રોહનગીરી ગૌસ્વામીની પૂછપરછમાં જાણવા મળતું હતું કે, તે વકીલાત નું કામકાજ કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી તે સરથાણા વિસ્તારમાં લોકોને ઠગવાનું કામ કરી રહ્યો હતો. અને અત્યાર સુધીમાં આ ટોળકી દ્વારા 350 થી વધુ બોગસ લાયસન્સ કાઢી આપવામાં આવ્યા છે. એક લાયસન્સ માટે 2600 થી વધુ રૂપિયા લેવામાં આવતા હતા. એફએસએસઆઈના લાયસન્સ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની ફી માત્ર રૂા. 100 હોય છે. રજીસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસણીને લાયસન્સ જારી કરવામાં આવતું હોય છે. જે સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર રૂા. 12 લાખથી વધુ હોય એવી સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફી રૂા. 2000 હોય છે.