જાણો સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો

જાણો સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો

સુરતના પાલ વિસ્તારમા આવેલ મધુરમ ડેરી નું શર્ટર તોડીને  દુકાનમાં માં રહેલા રોકડા તેમજ મોબાઈલની ચોરીને અંજામ આપીને ચોર ઇસમ ફરાર થઈ ગયા હતા બનાવને પગલે પાલ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી જોકે આ ચોરીના કેસમાં સીસીટીવી ફૂટેજ ભેદ ઉકેલવામાં આશીર્વાદ સમાન સાબિત થયા છે પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી કરનાર આરોપી ધરપકડ કરવામાં સફળતા મળી છે  પાલ  વિસ્તારમાં સીસીટીવીના આધારે ગણતરી ના મિનિટોમાં કેસ ઉકેલાયો  છે મધુરમ ડેરીનાનું શટર તોડી ચોરીને અંજામ આપનાર 18 વર્ષીય કરણ આઉજીની ધરપકડ કરાઈ  છે.



ખુબજ સિફતપૂર્વક ચોરી કરી આરોપી કરણ ફરાર થઇ ગયો હતો.ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટિમ બનાવી તપાસ આરંભી હતી.આરોપી લાપતા થાય તે પહેલા દબોચી લેવામાં આવ્યો હતો.ત્યારે હજી આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.મહત્વની વાત એ છે ડેરીમાં લાગેલા તીસરી આંખ સીસીટીવી પોલીસ માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે.તેને પગલે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.ત્યારે સુરત પોલીસ દ્વારા પણ રહેણાંક વિસ્તાર તેમજ શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષ તેમજ સોસાયટીમાં સીસીટીવી લાગવા માટે પણ અપીલ કરાઈ રહી  છે.