બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઇનના નામે રોકાણ કરાવી દરરોજ એક ટકા લેખે વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લોકઓરા કંપનીમાં રોકાણ કરાવી કોઇ વળતર નહીં આપી કે રોકાણ કરેલ મુડી પરત નહી આપી પોતાનો આર્થિક ફાયદો મેળવી ગુનાહીત કૃત્ય આચરનાર આરોપી વિરુદ્ધ સુરતના એક વ્યક્તિએ 51 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા સુરતની ઇકો સેલ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી ગુનામાં સડોવાયેલા અનેક આરોપી વચ્ચે એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખુબ જ મોટાપાયે વિકાસ પામી રહેલ હોય મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ સુરત શહેર ટેક્ષટાઇલ અને હીરાના વેપારનુ હબ છે. હાલના સમયમાં જુદી જુદ્દી પોન્જી સ્કીમો તથા લોભામણી જાહેરાતો આપી તેમજ મલ્ટી લેવલ માર્કેટીંગ જેવી સ્કીમો સોશિયલ મીડીયા દ્વારા જાહેરાતો કરી દેશભરના લોકોને આકર્ષિત કરી આ સિસ્ટમમાં જોડવામાં આવે છે અને તે બાદ યેનકેન પ્રકારે આ સિસ્ટમ બંધ કરી લોકોના નાણાં હડપ કરી જાય છે.
આ પ્રકારની છેતરપિંડીના વેપાર સુરતમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે ત્યારે આવી છેતરપિંડી કરતા લોકોને ઝડપી પાડવા માટે સુરતની ઇકો સેલ સતત કામગીરી કરી રહી છે ત્યારે સુરતના અકરમ મોહંમદશફી મુલતાની ભાઠેના ઉધના સુરતનાઓએ ફરીયાદ આપેલ કે, "બ્લોક ઓરા કંપની” ના માલીક ફિરોઝ દીલાવરભાઇ મુલતાની, નીતીનભાઈ જગત્યાની રહે. દુબઇ નાઓએ તેમના સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતા કાસીફ આરીફભાઈ મુલતાની, એઝાઝ આરીફભાઇ મુલતાની, જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓ મારફતે તા.૧૫/૦૫/૨૦૨૨ ના રોજ થી તેઓની "બ્લોક ઓરા કંપની"ના "બ્લોક ઓરા કોઇન'ના નામથી રોકાણ કરાવેલ જેમા રોજનુ એક ટકા મુજબનુ વળતર મળશે તેમ જણાવી ૨૦ ડોલર (યુએસડીટી) થી લઇ ૫૦૦૦ ડોલર (યુએસડીટી) વાળી અલગ અલગ સ્કીમ મા રોકાણ કરાવી "બ્લોક ઓરા કંપની" ની DEFIAILIO ના નામથી તથા www.blockaura.com સાઈડ માં ID ઓ જનરેટ કરી www.coinmarketcap.com એક્સચેન્જ ઉપર કોઇન આવી ગયેલ હોવાનુ જણાવી વધુ ને વધુ રોકાણ કરાવી જે એક્સચેન્જ ઉપર કોઇન હોવાનુ જણાવેલ તેવુ કોઇ એક્સચેન્જ "બ્લોક ઓરા કોઇન” ન હોઇ ખોટી રીતે એક્સચેન્જ ઉપર આવી ગયેલ હોવાનુ જણાવી રોકાણ કરાવી ૧૩ જેટલી આઇડીઓ જનરેટ કરાવી કુલ રૂપીયા ૫૧,૦૦,૦૦૦/મેળવી લઇ 'બ્લોક ઓરા કંપની" ની DEFIAI.10 ના નામથી તથા www.blockaura.com વેબસાઇડ બંધ કરી સુરતના વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી.
જોકે પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાની સાથે જ આ વ્યક્તિએ સુરત પોલીસ કમિશનરમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારિત તપાસ કરી આ બાબતે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી હતી જોકે આ ગુનામાં અનેક આરોપીઓ હોવાનું સામે આવ્યું હતું સુરત ઇકો સેલ દ્વારા આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરથી કાર્યવાહી કરી આરોપીઓ સાથે આ ગેગમાં કેટલા લોકો છે સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે પકડાયેલા આરોપી જાવેદ પીરૂભાઇ મુલતાની આજરોજ કોટમાં રજૂ કરી રિમાન્ડ બાગની પણ સુરત ઇકોનોમિક સેલ દ્વારા કરવામાં આવી છે