તૂટેલા ઢાંકાણાને રીપેર કરવા માટે SMC પાસે સમય નથી

કાપોદ્રા થી રચના રોડ ઉપર મોટી ડ્રેનેજ નુ ઢાંકણ તૂટી ગયાંના સમાચાર મળતા આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 4 ના કોર્પોરેટર સેજલબેન માલવિયા તાત્કાલિક ઘટના સ્થળે ગયાં હતાં. આ મુદ્દે સેજલબેન માલવિયાએ જણાવ્યું હતું કે, ત્રણ ચાર દિવસ થી વરાછા ઝોનના અધિકારીને ફરિયાદ કરવા છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારીઓને રીપેરીંગ કરવામાં રસ નથી તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. આટલા ઊંડા ખાડામાં કોઈ પડે અને જાનહાની થાય તો શું મહાનગરપાલિકા આની જવાબદારી લેશે તેવો સીધો પ્રશ્ન પાલિકા પ્રશાસન પર લગાવ્યો હતો.સ્થળ પરથીજ સેજલબેને અધિકારીઓને ફોન કરતા તાત્કાલિક તે કુંડીને બેરીકેટ કરવામાં આવી હતી અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.