ગુજરાત પોલીસ જાણે સમગ્ર ભારતમાં વિવાદો વચ્ચે ઘેરાતી પોલીસ તરીકે ઓળખાય છે ? તેવા લોકો આક્ષેપો કરતા આવ્યા છે અને જેનું જીતું જાગતું ઉદાહરણ ક્રિકેટ વર્લ્ડ કપમાં દેખાઈ આવ્યું હતું જ્યાં ahemdabad ખાતે રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા દેશ વિદેશથી તો લોકો આવ્યા જ હતા પરંતુ અનેક રાજ્યોમાંથી પણ લોકો ગુજરાત આવ્યા હતા જેમાં પોલીસ દ્વારા તેમને લુંટી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે દિલ્હીથી અમદાવાદ આવેલા યુવક પાસેથી 20 હજાર રૂપિયાની લાંચ લેવાનો કિસ્સો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનીને સામે આવ્યો છે. જેમાં આરોપ છે કે અમદાવાદમાં પોલીસ ચેકપોસ્ટ પર વાહનને અટકાવવામાં આવ્યું હતું અને વોડકાની બોટલ રાખવા માટે 2 લાખ રૂપિયાની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જ્યાં આ પછી પોલીસકર્મીઓએ યુવકોના મોબાઈલ ફોન પણ છીનવી લીધા અને તેમને હેરાન કર્યા હતા અને આ પછી આખરે યુપીઆઈ દ્વારા 20,000 રૂપિયા લઈને યુવકને છોડાવ્યો હતો.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસે તપાસના આદેશ આપ્યા હતા. અને અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉલ્લેખ કરીને આ બાબતની નોંધ લીધી છે. પોલીસની લાંચનો ભોગ બનેલા એક યુવકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ બાદ મીડિયા સમક્ષ આ સમગ્ર મામલે પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગાંધીનગરથી અમદાવાદ આવતા ચિલોડા એક્સપ્રેસ વે પર બની હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે દિલ્હીના એક મુસાફર પાસે પોલીસ દ્વારા ગેરકાયદે પૈસાની માંગણી કરતો વીડિયો મીડિયામાં પ્રસિદ્ધ થયો છે. આ પછી, ગંભીર નોંધ લેતા, તપાસ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક 'એ' ડિવિઝનને સોંપવામાં આવી છે. તપાસ બાદ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત મુકવામાં આવી હતી.
દિલ્હીથી મેચ જોવા આવેલા એક યુવકે ગુજરાતની સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, ત્યાં એક ચેકપોસ્ટ છે અને તેઓએ અમને રોક્યા હતા અને મારી કારમાં એબ્સોલ્યુટ વોડકાની એક ખોલેલી બોટલ પડી હતી. તેણે પૂછ્યું શું તમારી કારમાં દારૂ છે? મેં કહ્યું કે મારી પાસે એક ખોલેલી બોટલ પડી છે. તેઓએ અમને ઘેરી લીધા, અમને બહાર કાઢ્યા, હું ત્યાં હતો, મારો એક મિત્ર હતો. અમારા ફોન છીનવી લીધા. ડ્રાઈવરનો ફોન છીનવી લીધો. અમને બેસાડ્યા.તે પછી તેઓએ કહ્યું કે અમે તમને તાળા મારી દઈશું. આ પછી તેઓ કહેવા લાગ્યા કે ચલણ 2 લાખ રૂપિયાનું છે. પછી તેણે કહ્યું કે ચલણ એક લાખ ચાલીસ હજાર રૂપિયાનું છે. આવી રીતે પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યો હતો. પછી તેઓ અમને કારમાં સવારી માટે લઈ ગયા અને પૂછ્યું કે તેઓ અમને પોલીસ સ્ટેશન ક્યાં લઈ જશે. આ પછી તેઓએ ફરીથી વાટાઘાટો કરી અને અંતે 20 હજારની લાંચ લીધી. જ્યાં આ પછી UPIમાંથી 20 હજાર રૂપિયા લીધા. જ્યાં આ લાંચીય પોલીસ કર્મીઓ જેમાં 3 ટ્રાફીક પોલીસ કર્મી સહીત 7 trb જવાન આ તોડકાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે જેથી તમામને તોડબાજોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ તોડબાજ પોલીસ કર્મી અને TRB જવાનોનું નામ જેમના ઉપર કાર્યવાહી કરતા દરેકના નામ સામે આવ્યા છે એ નામ નીચે પ્રમાણે છે
સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મી
મહાવીરસિંહ બહાદુરસિંહ
વિપુલ સિંહ રામસિંહ
તુષાર ભરત સિંહ
TRB જવાન
જયેશ માનીચંદ્ર
ભાટી નિતેશ
ઝાલા પ્રકાશસિંહ
રાઠોડ યુવરાજસિંહ
પરમાર વિજય ગીરીશભાઈ
ગૌતમ ધનજીભાઈ
કુશહવા અભિષેક
પોલીસે દારૂની હાજરીને કારણે લાંચ લીધા પછી લોકોને જવા દીધાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેના પર અમદાવાદ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધીના કારણે તેના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. ગુજરાતમાં પરમીટ વગર દારૂ લઈ જઈ શકાતો નથી.બહારથી આવતા લોકોને ટિકિટ અને અન્ય ટોલ સ્લિપ વગેરે દર્શાવવા પર ફી ભરીને સાત દિવસ માટે પરમિટ મળે છે. આ પછી તેઓ ગુજરાતમાં દારૂ ખરીદી શકશે અને પી શકશે. આ કેસમાં અમદાવાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે લાંચ લીધી હતી. વોડકાની બોટલ માટે 20 હજાર રૂપિયા વસૂલવાનો આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.