તંત્રની હોસ્પિટલમાં થાઈ ગર્લ વિચિત્ર હાલતમાં દેખાઈ, ડો.દરજી સાહેબે બોલાયા હોવાની વાત વહેતી થઈ

તંત્રની હોસ્પિટલમાં થાઈ ગર્લ વિચિત્ર હાલતમાં દેખાઈ, ડો.દરજી સાહેબે બોલાયા હોવાની વાત વહેતી થઈ

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી. જોકે આ મહિલા સાથે કોઇક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઇ ગર્લને લાફો મારી દેતા અસ્ત-વ્યસ્ત કપડામાં બહાર આવતા ફજેતો થયો હતો. આ મામલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દ્વારા કમિટી બનાવવામાં આવશે અને તપાસ કરવામાં આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ આવેલી છે.હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ચોરીછૂપીથી થાઈ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો થાઇ ગર્લને રેસિડન્ટ લઈને હોસ્ટેલના રૂમમાં ગયા હતા. જોકે, રૂમમાં પ્રવેશતા જ કોઈક કારણોસર ઝઘડો થયો હતો. જેને પગલે સમસમી ઉઠેલી થાઈ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ હતી.જેને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટરો, સ્ટાફ વગેરે પણ બહાર દોડી આવ્યા હતા અને ભારે હોહા મચી ગઈ હતી. પોતે ક્ષોભજનક સ્થિતિમાં હોવા છતાં ગભરાઈ ગયેલી આ થાઇ ગર્લ નજીકના સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં સ્મીમેરમાં તૈનાત પોલીસ કર્મીઓ પાસે પહોંચી ગઈ હતી. બ્લેક કલરના અત્યંત પારદર્શક વસ્ત્રો પહેરેલી આ યુવતીને જોઈ સૌ કોઈ શરમાઈ ગયા હતા.અને આ થાઇ ગર્લ અંગ્રેજી બોલતી હતી યુવતીએ તેને ઓર્થો.ના રેસિડન્ટ ડોક્ટર સામે ફરિયાદ કરી હતી.નાઈટ ડ્યૂટીમાં ફરજમાં હાજર RMO સહિતના ઉચ્ચ તબીબી અધિકારીઓ પણ ત્યાંઆવી પહોંચ્યા હતા. મેડિકલ કોલેજના ડીનએ જણાવ્યું હતું કે, આ તમામ બાબત અમારા ધ્યાન પર આવી છે. કમિટી બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.