સુરતી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે,ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.તાપી નદી પર આવેલો કોઝવે 9.5 મીટરે પહોંચ્યો છે,સાથે સાથે નદીમાં પાણી પણ છોડાઈ રહ્યું છે.નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.તેમજ કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે,કોઝવે નું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે.ઉકાઈ માંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હજી પણ 2.5 લાખ કયુસેક પાણી નદીમાં છોડાવામાં આવતા ની સ્ટહે નદી નાળા માં પાણી આવક ભરપૂર જોવા મલી છે તેમજ સુરત સુર્યપુત્રી તાપી નું રોદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે તેમજ તાપી નદી કિનારે આવેલ અડાજણ રેવા નાગર માં તાપી નદી ના પાણી ભરાતા 25 જેટલા પરિવારને નજીક રહેલ સંકુલ માં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.સાથો સાથ માવડી ઓવારા ખાતે પણ પાણી નું પ્રમાણ વધતા પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બેરિકેટ લગાડી દેવામાં આવ્યા છે.મહત્વની વાત એ ઉપરવાસમાં પડી રહેલ વરસાદની અસર ધીમે ધીમે શહેરમાં વર્તાઈ રહી છે.