દિલ્લી ભાજપે મોટા દિગ્ગજોની ટીકીટ કાપી, નામ જાણી ચોકી જશો

દિલ્લી ભાજપે મોટા દિગ્ગજોની ટીકીટ કાપી, નામ જાણી ચોકી જશો

બુધવારે દિલ્હીની બાકીની બે બેઠકો માટે નવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં ભાજપે દિલ્હીની 5 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બીજી યાદીમાં બીજેપીએ દિલ્હીની બાકીની બે બેઠકો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. ભાજપે આ બંને બેઠકો પરના વર્તમાન સાંસદોની ટિકિટ પણ રદ્દ કરી દીધી છે. ભાજપે પૂર્વ દિલ્હીથી ગૌતમ ગંભીર અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી હંસ રાજ હંસની ટિકિટ રદ કરી છે.તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર પહેલા જ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ચુક્યો છે. બીજેપીએ બીજી યાદીમાં પૂર્વ દિલ્હીથી હર્ષ મલ્હોત્રાને ટિકિટ આપી છે. ભાજપે હંસ રાજ હંસની ટિકિટ રદ્દ કરીને ઉત્તર પશ્ચિમ દિલ્હીની આરક્ષિત બેઠક પરથી યોગેન્દ્ર ચંદોલિયાને ટિકિટ આપી છે.