દેવું વધતા પિતાએ કર્યું બાળકનું અપહરણ

દેવું વધતા પિતાએ કર્યું બાળકનું અપહરણ

સુરતમાં રથયાત્રાના એ દિવસ અગાઉ જ ડિંડોલી વિસ્તારમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. પિતાની ફરિયાદના આધારે પોલીસે બાળકને છોડાવવા માટે અલગ અલગ ટીમોને કામે લગાવી દીધી હતી. જો કે, પોલીસની સામે બાળકના પિતાએ શંકાસ્પદ હરકત કરી હતી. જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. અપહરણના પ્લાનિંગથી લઈને મદદગારી કરનારા બાળકના પિતા અને તેની બહેન સહિતનાને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ગત, 6 જુલાઈના રોજ સુરતના ડિંડોલીના જીજ્ઞાનગર ખાતેથી બાળકનું અપહરણ થયું હતું. રથયાત્રામાં રોકાયેલી પોલીસે તપાસ આદરી હતી. તારાચંદ પાટિલ પર 9 લાખનું દેવું હતું. માતા નવું મકાન લઈ લેવા દબાણ કરતાં હતાં. તપાસ દરમિયાન પોલીસને ખોટા ટાઈમ અને ખોટી જગ્યા બતાવવામાં આવી હતી. સીસીટીવીમાં પણ શરૂઆતમાં પિતાએ અન્ય બાળકને બતાવ્યું હતું. જે તપાસમાં મળી આવ્યું હતું. જેથી પોલીસને બાળકના પિતા પર જ શંકા ગઈ હતી. જેથી ઉલટ તપાસમાં તે પડી ભાંગ્યો હતો. બાદ સુરત પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં બાળકને મુક્ત કરાવાયું હતું.



મહત્વની વાત એ છે તારાચંદે બહેન અને મિત્ર મારફતે અપહરણ કરીને મહારાષ્ટ્ર મોકલ્યો હતો. બાળકને બુલધાણા મોકલ્યો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે એક ટીમ ત્યાં મોકલી હતી. બાળકને લોકેશનના આધારે ચાલુ ટ્રેનમાંથી નંદુરબાર ખાતેથી છોડાવ્યો હતો. આરોપી પિતાને માતા-પિતાની સાથે બનતું નહોતું. સસરા પાસેથી ખંડણી માગવા બાળકનું અપહરણ કરાયું હતું. તારાચંદ પાટિલ તેની બહેન અને મિત્ર કરણને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરાઈ છે.