નાસીર અન્સારીની હેવાનિયત બાદ સરઘસ કાઢ્યું

નાસીર અન્સારીની હેવાનિયત બાદ સરઘસ કાઢ્યું

સુરતમાં વધુ એક નાની બાળકીની છેડતીનો બનાવ સામે આવ્યો હતો જ્યાં ભેસ્તાન વિસ્તારમાં આ બનાવ બનતા પોલીસે ગંભીરતાથી લઇ તેને ગણતરીમાં કલાકોમાં છેડતી કરનાર ઈસમને ધરપકડ કરવામાં સફળતા મળી હતી.સુરતમાં જાણે બાળકીઓ સુરક્ષિત ન હોય તેમ એક પછી એક બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ ગત તારીખ બે જાન્યુઆરીના રોજ ભેસ્તાન વિસ્તારમાં બન્યો હતો જ્યાં આ બનાવ એમ હતો કે માસુમ નાની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી તે દરમિયાન આ પકડાયેલ ઈસમ બાળકીને લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. અને ત્યાર બાદ અડપલા કરનાર ઈસમ ભાગી ગયો હતો.



જોકે આ અંગે ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા આખરે પોલીસે ગુંનાની ગંભીરતા દાખવીને ગુનો દાખલ કર્યો હતો અને આરોપી નાઝિર અંસારીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં સફળતા મળી હતી. હાલ તો પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરીને પોકસો સહિતની કલમનો ગુનો દાખલ કરીને આરોપીને જેલના હવાલે કર્યો છે. ત્યારે આરોપીને કાકડ સજા થાય તેવી પણ માંગ પરિવાર સહીત સમગ્ર વિસ્તારમાં ઉઠી છે.