પૂર્વ cm નું રાજીનામુ આવતા રાજનીતિમાં ચકચાર

પૂર્વ cm નું રાજીનામુ આવતા રાજનીતિમાં ચકચાર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે સાંજે અશોક ગેહલોતે રાજસ્થાનના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે મતગણતરી બાદ ભાજપને બહુમતીનો જનાદેશ મળ્યો છે. લગભગ 11 કલાક સુધી ચાલેલી મતગણતરીમાં વલણો સ્થિર થતાં જ ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્રાના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું.


રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અહીં રાજ્યની પરંપરા મુજબ સત્તા પરિવર્તનનો નિર્ણય લેવાયો છે. ભાજપ 115 બેઠકો પર જીત તરફ આગળ વધી રહી છે અને કોંગ્રેસને 70 બેઠકો મળી રહી છે. બે સીટો બીએસપી અને 12 સીટો અન્ય ઉમેદવારોને જતી જોવા મળી રહી છે.


  મહત્વનું છે કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત નિશ્ચિત જણાતાં અશોક ગેહલોતે ચૂંટણી પરિણામોને "અનપેક્ષિત" ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેને "નમ્રતાથી" સ્વીકારે છે. કોંગ્રેસ નેતાએ 'X' પર લખ્યું, "અમે રાજસ્થાનના લોકોએ આપેલા આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. આ દરેક માટે અણધાર્યું પરિણામ છે.


 તેમણે કહ્યું, "આ હાર દર્શાવે છે કે અમે અમારી યોજનાઓ, કાયદાઓ અને નવીનતાઓને લોકો સુધી પહોંચાડવામાં સંપૂર્ણ રીતે સફળ થયા નથી."


 ગેહલોતે કહ્યું, “હું નવી સરકારને શુભેચ્છા પાઠવું છું. મારી તેમને સલાહ છે કે સખત મહેનત કરવા છતાં અમે સફળ નથી થયા, તેનો અર્થ એવો નથી કે સરકારમાં આવ્યા પછી તેમણે કામ ન કરવું જોઈએ. જૂની પેન્શન સ્કીમ (OPS), ચિરંજીવી સહિતની તમામ યોજનાઓ અમે શરૂ કરી છે અને આ પાંચ વર્ષમાં અમે રાજસ્થાનને જે વિકાસની ગતિ આપી છે, તેમણે તેને આગળ વધારવી જોઈએ.