પોલીસ નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં સ્મિતના પિતાનું કરેલું દેવું પોતાના પિતાએ ચૂકવવું પડતાં ૨૦ વર્ષથી તેમની વચ્ચે અબોલા હતા. મૃત્યુ પૂર્વે પિતા ચતુરભાઈએ આ વાત કરી હતી. જેથી પોતે સ્મિત સાથે સંબંધો તોડી નાંખ્યાનું જણાવ્યું હતું. સરથાણા જૂના જકાતનાકા પાસે આવેલ સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત જીયાણીએ ગત શુક્રવારની વહેલી સવારે પત્ની હિરલ અને પુત્ર ચાહિતને ચાકુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. માતા બેડરૂમમાં માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ ઉપર પણ હત્યાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી પોતે પણ ગળા ઉપર ચાકુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ગતરોજ સ્મિતે હોસ્પિટલમાં પણ આપઘાતના ઇરાદે વેન્ટિલેશન બારીના કાંચ વડે ગળું કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક મહિના પહેલાં સ્મિતના કાકા ચતુરભાઈનું નિધન થયું હતું. જેની વિધિ અને બેસણા બાદ ૨૬મીએ ચતુરભાઈના પરિવારે સ્મિતને હવે આપણી સાથેનો સંબંધ પૂરો તેમ કહ્યું હતું. ઘરે આવ્યા બાદ હું એકલો પડી ગયો હવે આપણું કોઈ નથી તેવું કહી હંગામો કર્યા બાદ બીજાં દિવસે સવારે સ્મિતે પત્ની-પુત્રની હત્યા કરી માતા-પિતાની પણ હત્યાની કોશશ કરી હતી. સ્મિતના પિતરાઇએ સંબંધો પૂરા થયા તેવું કેમ કહ્યું તેની તપાસ હેતુ સરથાણા પોલીસે આ પિતરાઇનું નિવેદન લીધું હતું.
ઈન્સપેક્ટર એમ.બી. ઝાલા સમક્ષ આ યુવકે જણાવ્યું હતું કે સ્મિતના પિતા અને મારા પિતા ચતુરભાઈ ભાગીદારીમાં હીરાનો ધંધો કરતા હતા. તે વખતે સ્મિતના પિતાએ દેવું કરતાં ચતુરભાઈએ તે ચૂકવ્યું હતું અને ત્યારથી આ બંને ભાઈઓ વચ્ચે સંબંધ રહ્યા ન હતા. પિતાએ મૃત્યુ પૂર્વે આ વાત અમને જણાવી હતી. જેથી પોતે પણ આ સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.જોકે હાલ સરથાણા પોલીસ અલગ અલગ લોકોના નિવેદનો નોંધી રહ્યા છે અને સમગ્ર ઘટનામાં હત્યારો સ્મિત સાજો થાય અને ત્યારબાદ શું હકીકત બહાર આવે તે જોવું રહ્યું