કાયદાનો ભંગ કરનાર બચી શકતો નથી. આ વાતને ચરિતાર્થ કરતાં 31 વર્ષ અગાઉ 51 હજારની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. 31 વર્ષથી નાસતો ફરતો આરોપી કુંભના મેળામાં ડૂબકી મારવા ગયાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. જો કે, આરોપી પોલીસને ચકમો આપીને દિલ્હી જતો રહ્યો હતો. જ્યાંથી પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો. પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી.આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળામાં શીવ બહાદુર હાજર છે.
આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી.ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો1995માં શીવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.એક રાતે પેટ્રોલ પંપની ઓફિસમાંથી રૂ.51,000ની રોકડ ચોરી કરી નાસી ગયો હતો. 31 વર્ષથી અલગ-અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો.રાંદેર પોલીસે શીવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે.તે 31 વર્ષ દરમિયાન ક્યાં હતો? શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે? - તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.