સુરતના બરોડા પાસે આવેલી ઘર સંસાર પ્લાસ્ટિક સેલ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી દુકાનમાં રહેલા પંદર હજાર રોકડની ચોરી કરી ચોર ફરાર થઈ ગઈ હતો દુકાનદારે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં તે જ દુકાનમાં કામ કરતો કારીગર 15000 ચોરી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે કારીગર ની ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી કરી છેસુરત શહેરમાં દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે તેવામાં સુરતના બરોડા વિસ્તારમાં આવેલી ઘરસંસાર પ્લાસ્ટિક સેલ નામની દુકાનમાંથી તે જ દુકાનમાં કામ કરતા કારીગર દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
દુકાન માલિકનો વિશ્વાસુ એવા સંજય ઉર્ફે સુદામા બાલાભાઈ મકવાણા દુકાનમાં કોઈ હતું નહિ તે દરમિયાન એકલતાનો લાભ લઇ દુકાનમાં રહેલા પંદર હજાર રોકડા ની ચોરી કરી લીધી હતી. કારીગર દુકાનમાંથી ચોરી કરી નાસી છૂટ્યો હતો.. જેથી દુકાન માલિકે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી જેથી બાતમીના આધારે પોલીસે ચોરી કરનાર આરોપી સંજય ઉર્ફે સુદામા બાલાભાઈ મકવાણાને ભરતનગર ગૌશાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી તેમની પાસે રહેલા ચોરીના 15000 રિકવર કર્યા હતા હાલ આરોપી ની ધરપકડ કરી વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે