બે ઈસમોએ સિક્યુરિટી ગાર્ડની છાતીએ તમંચો મૂક્યો

બે ઈસમોએ સિક્યુરિટી ગાર્ડની છાતીએ તમંચો મૂક્યો

નવસારી જિલ્લાના બીલીમોરા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા અને નવસારી ખાતે રહેતા પીઆઇ ડી કે પટેલના ઘરનું સરનામું પૂછવા આવેલા બે શંકાસ્પદ ઈસમોએ સિક્યુરિટી ગાર્ડની છાતીએ તમંચો મૂકી ધમકી આપતા બંનેને ઓળખને આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા.નવસારીના અડદા નજીક આવેલા લેક પામ વિલામા રહેતા અને હાલમાં બીલીમોરા પોલીસ મથક ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતા ડી કે પટેલનું સરનામું પૂછવા આવેલા બે ઈસમોએ લેક પામ વિલાના સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનીષ હળપતિને ડી કે પટેલનું ઘર બતાવ નહિ તો અહીંયા જ પતાવી દઈશું એમ કહી તમંચા જેવા હથિયારથી ધમકી આપતા સિક્યુરિટી ગાર્ડ રમેશ હળપતિએ સમય સૂચકતા વાપરી તેમની કારનો નંબર નોંધી લીધો હતો.
ત્યારબાદ તેણે બીકે પટેલના ઘરે જઈ અને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યા બાદ ગ્રામ્ય પોલીસ મથક ખાતે એક અરજી આપી હતી ત્યારબાદ ગ્રામ્ય પોલીસે કારના નંબર ને આધારે બીલીમોરાના ભદ્રેશ રાણા અને અશોક ટંડેલની ઓળખ કરી બંનેને ઝડપી પાડી તેઓની કાર નંબર GJ 21 સીબી 5003 પણ કબજે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી એક દિવસના રિમાન્ડ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે