ક્રિકેટ જગતમાં પોતાની બોલિંગ લાઈનથી સમગ્ર વિશ્વને ચિંતિત કરનાર પાકિસ્તાન હવે જાણે પોતે ચિંતામાં મુકાઇ ગયું છે અને જે હિસાબે પાકિસ્તાની ટીમે ક્રિકેટ વર્લ્ડકપમાં જે પોતાનું પરફોર્મન્સ કર્યું છે તે જોતા લાગે છે કે પાકિસ્તાની ટીમે હવે ક્રિકેટ છોડીને બીજા કોઈ સ્પોર્ટમાં પોતાનું ધ્યાન આપવું જોઈએ કારણ કે ક્રિકેટમાં પાકિસ્તાનીઓ હવે એવું પરફોર્મન્સ આપી રહ્યા છે કે એવું લાગે છે કે કોઈ ગલી મોહલ્લામાં રમતી કોઈ ક્રિકેટ મેચ હોય. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે ગલી મોહલ્લામાં રમતી મેચો પણ આવી ગંદી નથી હોતી જેટલુ ખરાબ પાકિસ્તાની ટીમ કરી રહી છે.
હાલ પાકિસ્તાની ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે જ્યાં પહેલા તો ટીમને પોતના ભૂતપૂર્વ કપ્તાન ઈન્જીભાઈના રાજીનામાથી ચિંતિત હતી ત્યાતો બીજી ઘટના પાકિસ્તાનીઓ સાથે બની ગઈ અને એ છે કે પોતાનો સ્ટાર પ્લેયર એવો કેપ્ટન બાબર આઝમે કેપ્તાન્શીપને છોડી દીધીના સમાચાર સામે આવતા અનેક સવાલોના ઘેરામાં સમગ્ર ટીમ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમનું મેનેજમેન્ટ આવી ગયું છે.
સમગ્ર હકીકત એવી છે કે પોતાના ક્રિકેટ કરિયરનો સૌથી મોટો નિર્ણય લેતા પાકિસ્તાનના સ્ટાર પ્લેયર એવા કેપ્ટન બાબર આઝમે પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતા ક્રિકેટ જગતમાં ખરબળાટ મચી ગઈ છે.
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં લખી છે કે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. અને અગાઉ એવા અહેવાલોં હતા કે બાબર પીસીબીના વડા ઝકા અશરફને મળશે અને બેઠક બાદ તમામ ફોર્મેટમાં તેની કેપ્ટનશીપ અંગે નિર્ણય લેશે.
મહત્વનું છે કે 1992ની ચેમ્પિયન પાકિસ્તાન જે આજે ખરાબ પ્રદર્શનને કારણે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી ગઈ અને જ્યાં તેને નવમાંથી પાંચ લીગ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મહત્વનું છે કે બાબરને 2019ના અંતમાં પ્રથમ વખત સફેદ બોલનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જ્યાં અને 2021માં તેણે ટેસ્ટ કેપ્ટન તરીકે પણ જવાબદારી સંભાળી હતી. અને તેણે બે એશિયા કપ, બે T20 વર્લ્ડ કપ અને હાલના વર્તમાન ODI વર્લ્ડ કપમાં એકપણ ટાઇટલ જીત્યા વિના પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું છે.
પાકિસ્તાને ડિસેમ્બર જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે બે મુશ્કેલ પ્રવાસો કરવાના છે. પાકિસ્તાનના બેટ્સમેન શાન મસૂદ, વિકેટકીપર-બેટ્સમેન સરફરાઝ અહેમદ અને શાહીન શાહ આફ્રિદીને કેપ્ટનશિપ માટે સંભવિત ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે. જ્યાં ટીમ ડિસેમ્બરની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા જવાની છે, તેથી PCB પાસે નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે. હવે જોવાનું છે કે અનેક વિવાદો વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ કોને કાંટાનો તાજ પહેરાવશે તે હવે જોવું રહ્યું