ભ્રષ્ટાચારી પાલિકાના પાપે શહેર સુરત ગયું ખાડામાં

ભ્રષ્ટાચારી પાલિકાના પાપે શહેર સુરત ગયું ખાડામાં

સુરત છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી છે ત્યારે સુરતના કેટલાક વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવતા પાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગત છતી થઈ છે જોકે રોડની હાલત બિસ્માર થઈ જતાં લોકોને પણ હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની મહેર જોવા મળી છે ત્યારે બીજી બાજુ સુરત મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે અને સુરતમાં પડી રહેલ અવિરત વરસાદને પગલે કેટલી જગ્યા પર રસ્તા બેસી જવાના અને ઝાડ પડવાના બનાવો બનતા છે.જીહા વાત એમ છે સુરતના બમરોલીથી સોશીયો સર્કલ તરફ જવાના રસ્તાની હાલત બિસ્માર થઈ જતાં વાહન ચાલકોને હેરાન થવાની નોબત પડી રહી છે.



 સ્થાનિક લોકોનું કેહવુ છે એક મહિના પહેલા આ રસ્તો નવો બનાવ્યો હતો પરંતુ પહેલા વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો છે અને કેટલી જગ્યા પર મોટા ખાડા પડી ગયા અને રસ્તો પણ બેસી ગયો છે આ પર એવું લાગે છે સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતનો ભ્રષ્ટાચાર છતો થયો છે.મહત્વની વાત એ છે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે પહેલા વરસાદમાં સુરતના કેટલાક વિસ્તારમાં રસ્તા ધોવાય ગયા તેમજ જાણે સુરત શહેર ખાડામાં કે ખાડા માં સુરત તે કઈ સમજાતું નથી મહાનગર પાલિકા સ્માર્ટ સિટીની વાતો કરી રહી છે તો ક્યાં ગયા સ્માર્ટ સિટીમાં સ્માર્ટ રસ્તાઓ .તેવા અનેક સવાલો ઉઠ્યા છે.