સુરત શહેરના અઠવા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો તેમાં ગણતરીના કલાકમાં હત્યા કરનારા આરોપીની અથવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. નાના છોકરા બાબતે થયેલો ઝઘડો લોહિયાળ બન્યો હતો. અઠવા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ડક્કા ઓવારા નજીક રહેતા શ્રમજીવી પરિવારના 23 વર્ષીય નીલું વળવી નામના યુવકની નજીવી બાબતમાં ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવને પગલે હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઇને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને હત્યારા સામે હત્યાનો ગુનો નોધ્યો હતો અને ગણતરીના કલાકમાં સુરત પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી વિશાલ ઉર્ફે કાંચાએ ચપ્પુના ઘા મારી નિલેશની હત્યા કરી હતી. મૃતક અને આરોપી બંને વચ્ચે પારિવારિક સંબધો છે ત્યારે આરોપીએ શા માટે હત્યા કરી તે સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે નજીવી બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. માત્ર નાના બાળકોની બોલાચાલીમાં સામસામે અથડામણ થઈ હતી અને 23 વર્ષિય યુવકની હત્યા કરવામાં આવી હતી ત્યારે હાલ તો અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે..