મકાન માલિકે યુવતીને બેરહેમીથી માર માર્યો..વિડીયો થયો વાયરલ

સુરતમાં એક યુવતીને મકાન માલીક સહિત બેથી ત્રણ લોકો દ્રારા ઢોરમાર મારવામાં આવ્યા વિડીયો સામે આવ્યા છે.જ્યાં પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે. ભાડાની તકરારમાં એક શખસે યુવતીના હાથ પકડી રાખ્યા હતો, જ્યારે મકાન-માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીકા અને મુક્કા મારી રહ્યો હતો.પીડિતાએ મકાન-માલિક પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો.



આ ઉપરાંત મકાન-માલિકે જાહેરમાં કપડાં ઉતારી વીડિયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી છે. આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતાં સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી. જેમાં પોલીસે યુવતી ફરિયાદ લઈ ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.