મુસ્લિમ દંપતી અને Gold સ્મગલિંગ મામલો વધુ ચિંતાજનક, જાણો સમગ્ર માહિતી

મુસ્લિમ દંપતી અને Gold સ્મગલિંગ મામલો વધુ ચિંતાજનક, જાણો સમગ્ર માહિતી

સુરતમાં દુબઈથી થતા ગોલ્ડ સ્મગલીંગનો પર્દાફાશ થયો છે. માંગરોળ ખાતેના સ્થાનિકોને દુબઈ પ્રવાસના નામે ત્યાં મોકલી તેમની પાસેથી ટ્રોલી બેગમાં રેકઝીનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરીને છુપાવીને પેસ્ટ રૂપે સોનું લાવી સ્થાનિક માર્કેટમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સ્મગ્લીંગ માટે કેરિયરને 10 હજારથી લઈને 25000 રૂપિયા આપવામાં આવતાં હતાં. શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા 64.89 લાખના સોનાના દાણચોરીમાં સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સતાર મેમણએ આપ્યો હતો. સાલેહ દંપત્તિને દુબઈ સોનું લાવવા માટે મોકલાયા હતા. ફૈઝલ અબ્દુલ સતાર મેમણ દ્વારા અન્ય અબ્દુલ સતાર નામના શખ્સને whatsapp પર ઓર્ડર કર્યો હતો. સાલેહ દંપતીને ટ્રીપ દીઠ 10,000 નક્કી થયા હતા. દંપત્તીએ દુબઈની આ બીજી ટ્રીપ મારી હતી.અસલી જેવા કલર કોપી વાળા નકલી પરચેઝ બિલો બનાવ્યા હતા.પોલીસ પૂછપરછમાં અબ્દુલે સાત માસમાં 20 લોકોને ગેરકાયદે દુબઈ મોકલ્યા હતાં. 20 લોકોએ સોનાની દાણચોરી કરી ગુજરાતમાં ઘુસાડ્યું હતું. 20 કેરિયરો ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. અબ્દુલ મેમણ અને નઇમ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. વોન્ટેડ સાઉથ આફ્રિકાનો સોકત અને દુબઈનો સહેબાઝ માસ્ટર માઇન્ડ છે.બન્ને દુબઈથી સોનાની ખરીદી કરી ભારતમાં સ્મગલિંગ કરતા હતાં. જેમાં સોનુ ખરીદી માટે આવતા વેપારીઓની માંગણી મુજબ કેરિયરની વ્યવસ્થા, ફ્લાઇટની ટિકિટની વ્યવસ્થા અને સોનુ પીગાળીને વેપારીને પહોંચાડવાનો રોલ ભજવતો હતો. ત્યારે એસઓજીએ સોક્ત બેમાત અને સહેબાઝ શાહને વોન્ટેડ જાહેર કર્યા છે.જેમાં કામરેજના આવેલ સ્કાય હોટલમાં ઊંચું ભાડું લઈને રૂમ આપતા હતા અને હોટલના રૂમમાં ડ્રગ્સનો વેપાર કરનાર અગાઉ પોલીસ ધરપકડ કરી છે.ત્યારે નાસતા ફરતા હોટલ મેનેજર શૈલેશ મંગુકિયાની સુરત પોલીસે ઝડપી પાડ્યો.