મુસ્લિમ શેહઝાદે હિન્દુ યુવતી સાથે બળાત્કાર કર્યું

મુસ્લિમ શેહઝાદે હિન્દુ યુવતી સાથે બળાત્કાર કર્યું

સુરતમાં વિધર્મીએ હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચરતા ખટોદરા પોલીસે યુવકની ધરપકડ કરી છે, યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, બંને સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા હતા અને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, ખટોદરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ફરી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક હિન્દુ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે હિન્દુ યુવતી અને વિધર્મી યુવક સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ યુવકે કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરીશ, તેમ લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું, જયારે યુવતીએ લગ્નની વાત કરી તો તેને તરછોડી દેવામાં આવી હતી, જેના કારણે હતાશ થયેલી યુવતીએ ખટોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા અને પોલીસે યુવતીની ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી.



ઘટના બનતાની સાથે પોલીસ પણ સતર્ક બની હતી કેમકે યુવક વિધર્મી છે અને તેણે અન્ય કોઈ યુવતી સાથે તો આવુ નથી કર્યુ ને તેને લઈ તપાસ શરૂ કરી છે, પોલીસે આરોપી શહેઝાદ શેખની પૂછપરછ પણ કરી છે અને યુવતીને મેડકિલ તપાસ માટે મોકલી આપી છે, યુવતીનું પોલીસને કહેવું છે કે, આરોપી તેને મળવા બોલવતો હતો અને ત્યારબાદ તેને ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ હતું.