એમ તો પોલીસની છભી ક્યાંકને ક્યાંક લોકોના મનમાં દયા ભાવના વગરની દેખાઈ આવતી હોય છે પરંતુ જરૂરી નથી કે જેવું દેખાઈ રહ્યું છે તે ખરે ખર વાસ્તવિકતા હોય કારણકે પોલીસવાળા સાહેબ પણ માણસ છે અને એમનામાં પણ દિલ ભગવવાને આપેલુ છે. ત્યારે આવુજ ક્યાંક માનવતાભર્યું કાર્ય સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા કરવામાં આવતા ખરે ખર salute એટલે સલામ કરવાનો મનન થાય છે.
સુરત શહેરના હદ વિસ્તારમાં આવતા ઝોન-૩ સુરત શહેર દ્રારા ચાલી રહેલ મુહિમ “મુસાફીર હું યારો” આ ઝુંબેશ હેઠળ એક ૬૨ વર્ષના વૃધ્ધનું આખરે ૨૫ વર્ષ બાદ પોતાના પરિવાર સાથે મિલન કરાવતી સુરત શહેરની મહિધરપુરા પોલીસ
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ કમિશ્નર સેક્ટર-૦૧ નાઓ દ્રારા ઘરવિહોણા લોકોને મદદરૂપ થઇ તેઓના પ્રશ્નોનુ ઉકેલ લાવવા આપેલ સુચનાના અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર “ઝોન-૩” નાઓ દ્રારા "મુસાફીર હું યારો” નામની મુહિમ ચાલુ કરેલ હતી અને જે અંતર્ગત એક વૃધ્ધ કે જેમનું નામે મોહમંદ ઇલ્લાઇ મુલ્લા જેવો ની ઉમર ૬૨ વર્ષ અને જેવો મુળ વતન-સાંગલી (મહારાષ્ટ્ર) ના જેઓ પોતે લાકડીની સહારે ચાલતા હોય અને અમિષા ચાર રસ્તાની પાસે આવેલ બ્રિજ નીચે રહીને અને માંગીને ખાતા હતા અને જે છેલ્લા ૨૫ વર્ષથી પોતાના પરિવારથી વિખુટા થઈ ગયા હતા જ્યાં તેવોની જાણ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ સુરત શહેરનાઓ દ્રારા ચાલુ કરાયેલ મુહિમ “મુસાફીર હું યારો” અંતર્ગત મદદનીશ પોલીસ કમિશ્નર “ઇ” ડીવીઝન સાહેબ તથા પો.ઇન્સ. એચ.એમ.ચૌહાણ તથા પો.ઇન્સ. યુ.જે.જોષી નાઓની રાહબરી હેઠળ તથા ગલેમંડી ચોકીના પો.સ.ઈ. એસ.એસ.જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રાથમિક સારવાર કરાવી યોગ્ય પોષાક પહેરાવી અને એમના પરિવાર મળે ત્યાં સુધી રહેવા માટે સગવડ કરી હતી
મળેલ વ્યક્તિની કાઉન્સલિંગ કરી એક અઠવાડિયા સુધી તેઓના પરિવારની તપાસ બાદ આખરે સાંગલી (મહારાષ્ટ્ર) ખાતે રહેતા તેમના પરિવારનો સંપર્ક થતા તેમના દિકરા ફિરોજનો સંપર્ક થતાં ની સાથેજ સુરત ખાતે આવતા જેની ખરાઈ કરી અને આ વૃધ્ધનું ૨૫ વર્ષ બાદ તેઓના પરિવાર સાથે મિલન કરાવી પ્રસંશનીય કામગીરી સુરત શહેરની મહિધરપુરા પોલીસ દ્વારા કરાઈ છે.
સમગ્ર માનવતા ભર્યું કાર્ય કરવામાં જે અધિકારી-કર્મચારીઓની મહેનત છે તેવો મહિધરપુરા પો.સ્ટે. ગલેમંડી ચોકીના પો.સ.ઇ એસ.એસ.જસાણી તથા એલ.આર. મેહુલભાઇ પ્રકાશભાઈ તથા એલ.આર. નિતેશકુમાર મફાજી તથા એલ.આર. અક્ષયભાઈ નટુભાઈ અને વુ.એલ.આર. બિનાબેન જગતસિહનાઓની સમગ્ર ટીમના વર્કથી આ માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્ય છે. જે ખરે ખર સન્માનને પાત્ર છે.