team indiaએ ઈતિહાસ રચી દીધું જેમાં વર્લ્ડકપ ૨૦૨૩ના સેમી ફાઈનલ મેચમાં આજે મુકાબલો મેન ઇન બ્લુ ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડની ટીમ સાથે હતો જેમાં ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ૩૯૭ રન ફટકારીને એક મોટો સ્કોર બોર્ડ ઉપર કરી દીધું અને જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને ખાતાનક બેટિંગ કરીને ભારતીઓની ઊંઘ ઉડાવી દીધી હોય તેમ ન્યુઝીલેન્ડે શરૂઆત કરી હતી.
જેમાં બુમ બુમ બુમરાએ શરૂઆતમાં રન આપવાની શરૂઆત કરી અને પછી મોહમ્મદ સિરાજ આવ્યા અને જેમને પણ પ્રથમ બે ઓવર સારી નાખી અને પછી ત્રીજી ઓવેરમાં સીરાજને પણ રન પડવાની શરૂઆત થઇ ગઈ જેને જોતા ઇન્ડિયન કેપ્ટન ચિંતામાં મુકાઇ ગયા અને પછી એકજ ઓપ્શન દેખાયો અને એ હતો મોહમદ શામી.
મોહમ્મદ શામીને બોલ મળી અને પોતાની શરૂઆત શામી દ્વારા કરવામાં આવી અને મોહમ્મદ શામી એ પ્રથમ ઓવરમાં જ પ્રથમ મોટી વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને બ્રેક થ્રુ અપાવ્યું અને પછી તો બીજી ઓવર નાખવા મોહમ્મદ શામી આવ્યા અને પછી બીજી ઓવેરમાં પણ મોહમ્મદ શામીએ બીજી વિકેટ લઈને ન્યુઝ્લેન્ડ ની જાણે કમર તોડી નાખી હોય તેમ સામે આવ્યું.
મોહમ્મદ શામીની ઓવર પછી દરેક બોલરે રન આપ્યા અને પછી ન્યુઝીલેન્ડ જીતની તરફ આગળ વધવા લાગી અને ટીમ ઇન્ડિયાની ચિંતા વધવા લાગી એટલે ઇન્ડિયન કેપ્ટનને ફરી મોહમ્મદ શામીની યાદ આવી અને મોહમ્મદ શામીને બોલ આપવામાં આવ્યો અને ફરી એકવાર મોહમ્મદ શામી એ ભારત માટે વિકેટ લીધી અને એકજ ઓવેરમાં મોહમ્મદ શામી એ બે વિકેટ લઇ ન્યુઝીલેન્ડ ની જીતની આશાને અટકાવી દીધી.
મોહમ્મદ શામીએ સમગ્ર મેચ દરમિયાન અનેક રેકોર્ડ પોતાના નામે કાર્ય અને વર્લ્ડકપ ૨૦૨માં અત્યાર સુધી સોવથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો મોહમ્મદ શામી એ ભૂતપૂર્વ ભારતીય બોલર ઝહિર ખાનનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો અને સાથે આશિષ નેહરાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી ટીમે ઈન્ડિયાને વીજતા બનાવી ફાઈનલમાં એન્ટ્રી કરાવી દીધી.