યુવતીનું મોત : ડમ્પરે યુવતીને કચડી નાખી

યુવતીનું મોત : ડમ્પરે યુવતીને કચડી નાખી

સુરતના અલથાણમાં ડમ્પર ચાલકની અડફેટે કોલેજીયન યુવતીનું મોત નિપજો છે. શ્યામ મંદિર પાસેથી યુવતી તેના મિત્ર સાથે મોપેડ પર પસાર થઈ રહી હતી. દરમિયાન ડમ્પર પસાર થતા યુવતીનો દુપટ્ટો ડમ્પરના ટાયરમાં આવી જતા બંને યુવક યુવતી નીચે પડકાયા હતા. ઘટનાને લઈ લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રત યુવક અને યુવતીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવતીને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે મૃતક જાહેર કર્યો હતો.બીજી બાજુ યુવકને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતો.



સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ મહાવીર કોલેજમાં અંજલી જૈન નામની યુવતી અભ્યાસ કરતી હતી.તેની જ કોલેજ યુવક પણ અભ્યાસ કરતો હતો.બંને યુવક યુવતી મોપેડ પર થઈ રહ્યા હતા.દરમિયાન શ્યામ મંદિર પાસે ટર્ન લેવાની સાથે જ ડમ્પર ચાલક પસાર થઈ રહ્યો હતો. યમદૂત બનીને આવેલા ડમ્પર ના ટાયરમાં યુવતીનો દુપટ્ટો આવી જતા બંને જણા નીચે ભટકાયા હતા.યુવતીનું મોત નિપજ્યું હતું. મહત્વની વાત એ છે કે શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે.બેફામ રીતે ડમ્પર ચલાવી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓને અડફટે લેતાં લેતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે વધુ એક ડમ્પર ચાલકે કોલેજીયન યુવતીને અડફેટે લેતાં મોત નિપજ્યું છે.હાલ આ મામલે અલથાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.