મહિલા સશક્તિકરણની વાતો કરતી મોદી સરકાર અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી સાહેબ બેટીઓ અને મહિલાઓ માટે ન્યાયની મોટી મોટી વાતો તો કરે છે પંરતુ જયારે કોઈ બેટી પોલીસ સ્ટેશનના દ્વારે જાય છે તો સાહેબો તેની ફરિયાદ લેવા તૈયાર નથી અને આ વાત ગુજરાતના કોઈ છેવાડેના ગામડાની નથી સાહેબ, આ વાત તો ગૃહ રાજ્ય મંત્રીના શહેર સુરતની છે, અમને પણ ખબર છે સાંભળીને તમને આઘાતજનક વાત લાગી હશે ને, પરંતુ આ વાત એક દમ સાચી છે આ અમે નથી કહેતા પીડિત યુવતી કહી રહી છે.
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીના તાબે આવતા પોલીસ અધિકારીઓ એટલી હદે જાણે નફફટ બની ગયા છે કે એક યુવતી કે જેના ઉપર સાસરિય પક્ષ દ્વારા રીતસરનું અત્યાચાર થઇ રહ્યું છે છતા પણ એ યુવતીની ફરિયાદ સુરતના ચોક બઝાર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી અને સાથે પોલીસના ઉચ્ચાધિકારી પાસે પણ જઈ રજૂઆત કરવામાં આવી છતા કોઈ પણ પોલીસના અધિકારીઓ સાસરિયાના ત્રાસથી કંટાળેલી યુવતીની ફરિયાદ લેવા તૈયાર નથી અને યુવતી દ્વારા વકીલને સાથે રાખી અરજી આપ્યા છતા પણ કોઈ સાંભળવા તૈયાર નથી.
સાસરિય પક્ષ કોઈ મોટું કનેક્શન ધરાવે છે ? કે પછી કોઈ રાજનેતિક કારણ છે ? કે, પછી દારૂના બુટલેગરનો સપોર્ટ છે ? આવી અનેક વાતો આ ઘટના જોયા પછી સામે આવી રહી છે. કારણ કે સુરતના ચોક બઝાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂના અડ્ડાઓ ધમ ધમી રહ્યા છે અને પોલીસ બસ ઉઘરાણીમાં મગન છે તેવી પણ વાતો વહેતી થઇ રહી છે.
સમગ્ર બાબતને જાણીએ તો સુરતના ચોક બજાર પોલીસને સુચના આપવા અને સાસરીયાઓના ત્રાસથી અને તેમના ગુંડાઓના ત્રાસથી રક્ષણ આપવા તથા જાહેરમાં ગાળા-ગાળી કરી તથા જાનથી મારી નાંખવાની ઘમકી આપવા બાબતે તથા ખોટી ફરીયાદ સામે રક્ષણ આપવા બાબતે ફરીયાદ.
(1) ફરીયાદી પોતાના પરિવાર સાથે રહીએ છીએ અને અમો ફરિયાદી ઘરકામ કરીએ છે. અને હમોના પિતાજી કાપડ નો ધંધો કરી પરીવારનું ભણપોષણ કરે છે. હમોના પરીવાર માં કુલ ૬ સભ્યો છે જેમાં હમો તથા હમોના માતા શોભાબેન અને હમોના દાદી નામે દેનાબેન રામજીભાઇ ગલચર, બે ભાઇ નામે પિંકેશ અને વિવેક છે. તથા હમોના પિતાજી નામે હરીશભાઇ છે.
(2) અમોના પતિ અને તેના માતા પિતા વિરૂધ્ધ હમો અરજદારે આઇ.પી.સી. કલમ ૪૯૮- એ,૨૯૪,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ અને દહેજ પ્રતિબંધક કાયદા ની કલમ ૪,૭ મુજબ ની ફરીયાદ મહિલા પો.સ્ટેશન માં આપેલ છે.જેનો એફ.આઇ.આર નંબર ૧૧૨૧૦૦૩૧૨૪૦૦૯૯/૨૦૨૪ છે.જેનો નામ.કોર્ટ માં સી.સી. નં.૧૨૫૫૬૯/૨૦૨૪ છે.તથા સુરત ફેમીલી કોર્ટમાં ખોરાકી કેસ નં.૧૪૮૦/૨૦૨૪ થી ખોરાકી અંગેનો કેસ કરે છે.
(3) અમોના સાસરીયામાં અમોના સાસુ પુષ્પાબેન, સસરા ભાણજીભાઇ તથા પતિ એવા દિવ્યેશભાઇનાઓ છે. અમોના સાસરીયા વિરૂધ્ધ અને તેમના અસામાજીક તત્વો વિરૂધ્ધ ફરીયાદ કર્યા બાદ અને ખોરાકી અરજી બાદ પણ આ કામના સામાવાળા સુધર્યા નથી. અવર નવર અમોના સાસુઅમોના પરીવારની પાછળ આવે છે અને ગાળી ગલોચ કરીને અમોને છુટાછેડા આપી દેવા માટે ગંભીર પ્રકારની ધમકીઓ આપે છે. અને અમોના ઘરની પાસે આવેલ દુકાન પાસે ઉભા રહી અમોના પરીવારને જોઇને ગાળો આપે છે.તેમ જ અમોના સાસુ અમોના ભાઇ વિવેકની પાછળ આવે છે અને તેને રસ્તામાં રોકીને તેને પણ અમોની ફારગતિ કરાવવા માટે દબાણ કરી ધમકી આપે છે. અમોના સસરા તેમના ઓળખીતા સાગરીતોને અમોના ઘરે મોકલી અથવા ફોન કરાવીને અમોને ફારગતી કરી લેવા માટે દબાણ કરતા આવેલ છે. અમોના પતિ દિવ્યેશભાઇ અમોના પરીવારના કોઇપણ સભ્ય બહાર નિકળે એટલે તેમનો પીછો કરીને રસ્તામાં જાહેરમાં ગાળો આપે છે અને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે તથા પોતાના મિત્રો એવા અસામાજીક તત્વોને પોતાની સાથે રાખીને અવર નવર અમોના ઘર પાસેથી નિકળે છે. અને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે.
અમો જ્યારે ચોકબજાર પો.સ્ટેશન ફરીયાદ કરવા જઈએ છીએ ત્યારે પોલીસ અમો પાસે સબુત માંગે છે અને અમોને સબુત લઈને આવવા જણાવે છે. ત્યારબાદ પોલીસ અમોની ફરીયાદ લેવાની કે સામાવાળાનો જવાબ લેવાની વાત કરે છે.જ્યારે એનાથી ઉલટુ હાલ અમોના પતિએ મારા પિતા વિરૂધ્ધ ચોકબજાર પો.સ્ટેશનમાં એક અરજી આપી છે, તો તેમાં પોલીસ અમો અરજદાર અને અમોના પરીવારને નોટીસ આપે છે, ફોન કરે છે અને પોલીસ સ્ટેશન આવી જવા દબાણ કરે છે. કારણકે અમોના પતિ અને તેના મિત્રો એવા અસામાજીક તત્વોની ચોકબજાર પોલીસમાં ઑળખાણ અને લાગવગ છે. જેના કારણે ચોકબજાર પોલીસ આવા અસામાજીક તત્વો અને અમોના પતિને કંશુ પણ કહેતી નથી કે તેની વિરૂધ્ધ કોઇ કાયદેસરના પગલા લેતી નથી. અને ચોકબજાર પોલીસ આવા અસામાજીક તત્વોને દેખીતી રીતે છાવરે છે.જેના કારણે અમો તથા અમોના પરીવારના સભ્યો છેલ્લા ઘણા સમયથી બહાર નિકળતા ગભરાઈએ છીએ.આવા સતત ચાલતા ત્રાસથી અમો તથા અમોના પરીવાર નું રક્ષણ કરવામાં આવે અને આ અંગે ચોકબજાર પોલીસને સુચન કરવા મહેરબાની કરશોજી.
(૪) ૧૫ દિવસ પહેલા અમો તથા અમોના માતા-પિતા પોતાના ભાઇના લગ્નની ખરીદી માટે બોમ્બે માર્કેટ ગયેલા ત્યારે પણ સામાવાળા એવા અમોના પતિનાઓ અમોના પરીવારનો પીછો કરેલ અને અમોને તથા અમોના પરીવારને ગાળો આપી જાન થી મારી નાંખવાની ધમકી આપેલ હતી.
(5) સામાવાળા એવા અમોના પતિનાઓ તા.૨૭/૧૨/૨૦૨૪ ના રોજ બપોરે ૧-૩૦ થી ૨- 00 વાગ્યાના સુમારે ઉદયનગર -૧ ના ગેટ કે જે માધવાનંદ આશ્રમ ની પાસે એક્સેસ મોપેટ પર બેસીને નિકળેલા અને જાહેરમાં ગાળો આપતા હતા.તે વખતે અમો ફરીયાદી પોતાના પિતાજી સાથે બાઇક ઉપર બેસી પોતાના ઘરે જતા હતા .તે દરમ્યાન આરોપીનાઓ અમોની પાસેથી નિકળી અમોને તથા અમોના પિતાને ખુબ જ ગંદી ગંદી મા-બેન સામે ગાળો આપતા નિકળેલા અને બોલતા ગયા કે તને તલવારથી કાપી નાંખીશ.આમ,આ કામના આરોપીનાઓ અમો ફરીયાદી તથા પિતાજીને ગાળો આપી જાનથી મારી નાંખવાની જાહેરમાં ધમકી આપેલ છે.તથા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતા ગયેલા. જેના ગેટ પરના સીસીટીવી ફુટેજ મૌજુદ છે.
(6) આ કામના આરોપીનાઓ અવર નવર તેના અસામાજીક તત્વોને સાથે લઈને અમો તથા અમોના પરીવારના સભ્યોનો પીછો કરીને પાછળ આવે છે અને રોકીને ગાળી ગલોચ કરીને મારી નાંખવાની ધમકી આપતા આવેલ છે. તથા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે.જેથી આવા રીઢા ગુનેગારો વિરૂધ્ધ ચોકબજાર પોલીસને કાયદેસર કરવા સુચના આપવા અને અમોના પરીવારને રક્ષણ આપવા અને ખોટા આક્ષેપો સામે અમો તથા અમોના પરીવારનું રક્ષણ કરવામાં આવે તેવી આપ સાહેબને વિનંતી છે.