સુરત શહેરમાં દિવસેને દવિસે ક્યાંકને ક્યાંક નવી નવી ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલ એક એવી વિચિત્ર ઘટનાની આપને વાત કરી રહ્યા છે કે જેમાં ઘરના પતરા ઉપર બીજું કાય નહિ પરતું ગાય ચડી ગઈ હોય તેવી વિચિત્ર ઘટના સામે આવી હતી.
સમગ્ર ઘટના બાબતે વાત કરવામાં આવે તો સુરત શહેરના પર પ્રાંતીય વિસ્તાર કહેવાતા એવા ઉધનામાં આવેલ આશાપુરી બ્રિજ પાસે ગત ગુરુવારની રાત્રી દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં એક ઘરના પતરા ઉપર બકરી, કે સ્વાન નહિ પણ એક ગાય ચડી ગઈ હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી અનુશાર જયારે આ ઘટના બની અને ગાય એક ઘરના પતરે ચડી ત્યારે એ ઘરનું પતરું વજન ઉચકી નહિ શક્યું અને ગાય માતાના વજનના લીધે પતરું તૂટી પડતા રૂમમાં સૂતેલા પરિવારના મોભી અને સાથે ત્રણ જેટલા ઇસમોને નાની મોટી ઈજાઓ પણ થઈ હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર ઘટનામાં જયારે ઇજાઓ થઇ ત્યારે મુખ્ય વ્યક્તિને એમના પ્રાઇવેટ પાર્ટમાં અતિ ગંભીર ઈજા થઇ હતી અને સાથે બંને પગમાં ગંભીર ઈજાઓ થતા ફેક્ચર થયું હતું. અને જેથી તેમને તાત્કાલિક વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ સાથેજ તેમના બે છે એમને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
બિહારના વતની એવા મોહંમદ સમીમ મોહમદ અંસારી કે જેવી અનાજીત 35 વર્ષથી સુરતમાં આવેલ ઉધના વિસ્તારમાં આશાપુરી બ્રિજ પાસેના દસ્તગીર નગરમાં એમના પત્ની, અને બે પુત્ર સહીત એક પુત્રી સાથે વસવાટ કરી રહ્યા છે. અને જ્યાં મજૂરી કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
સમગ્ર ઘટના મોદી રાત્રે જ્યાંરે સમીમ પરિવાર સાથે સુઈ રહ્યા હતા તે દરમિયાન મોદી રાત્રે 2 વાગ્યાના અરસામાં તેમના રૂમની પાછળના ભાગથી અચાનક એક ગાય તેમના પતરા ઉપર ચડી ગઈ હતી. અને તે પતરું તોડી રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાતા અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં મોટું ફેક્ચર થઈ ગયું હતું.
આ ઘટના બનતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જ્યાં આ સમગ્ર ઘટનામાં સમીમના 6 વર્ષીય માસુમ પુત્ર અને ૧૨ વર્ષી પુત્રી નશિબાને સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યારે આ સમગ્ર વિચિત્ર ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ગાયના લીધે એક ગરોબ પરીવારને જે નુકશાની થઇ છે તેનો જવાબદાર કોણ ? અને આવી ઘટના બીજીવાર નહિ બને તેની જવાબદારી કોની ? તેવા અનેક સવાલો આ રખડતા ઢોરના લીધે સર્જાયેલ અકસ્માતના લીધે ઉઠી રહ્યા છે.