પવિત્ર રમઝાન માસને હવે ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ બિરાદરોનું અતિ પવિત્ર એવો રમઝાન શરીફ મહિનામાં ઈબાદતનો કરી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે સાંજે ઇફતારી કરી અને મોટી નમાઝ અદા કરી પછી મુસ્લિમ બિરાદરો બઝોરમાં નાસ્તા અને ફૂડની લારીઓ પર જઈ અને ખાણી-પીણીનું આનંદ મળતા હોય છે અને જેમાં ગરીબ લારી ગલ્લાવાળાને એક મહિનામાં રોઝ્ગાર પણ મળી જતું હોય છે.
આજોરોજ તા. 18/01/2025 સુરત શહેર યુથ કોંગ્રેસના મહામંત્રી અને મુસ્લિમ અગ્રણી અને સમાજ સેવક એવા ફૈશલ રંગુની એ સુરત શહેર પોલીસ કમિશ્નર સાહેબ શ્રીને આગામી તા. 01/03/2025 થી શરૂ થતા પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બહુલ વિસ્તારો માં ખાણી-પીણી ની દુકાનો મોડી રાત સુધી સુરત શહેરના સમગ્ર વિસ્તાર માં કાર્યરત રહે એવી વ્યવસ્થા કરવા બાબતે રજુવાત કરી આવેદન પત્ર આપ્યું હતું
સમગ્ર આપણા ગુજરાતમાં પણ વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અને મુખ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય DGP સાહેબ ને પણ પત્ર લખી રજુવાત કરવામાં આવી છે.
લેટરમાં શું લખેલું છે તે નીચે મુજબ
આગામી તા.૦૧/૦૩/૨૦૨૫ થી શરૂ થતા પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો મોડી રાત સુધી સુરત શહેરમાં કાર્યરત રહે એવી વ્યવસ્થા કરવા બાબત...
મહે. સાહેબશ્રી,
જય ભારત સાથે જણાવવાનું કે ઉપરોકત વિષય સંદર્ભે જણાવવાનું કે, આગામી તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજથી એક મહિના માટે મુસ્લિમ સમાજના “પવિત્ર રમઝાન" માસનું શુભારંભથઈ રહયું છે. આ પવિત્ર માસ સમય દરમિયાન વર્ષોથી પરંપરા મુજબ સુરત શહેરમાં ખાણી-પીણીની દુકાનો મોડી રાતથી સવારે સુધી ચાલુ રહે છે જે માટે આપના સાહેબના તંત્રના આભારી છે, જેથી આગામી તા.૦૧/૦૩/૨૦૨૫ થી શરૂ થતા નીચે મુજબના વિસ્તારોમાં મોડી રાતથી સવારે સુધી ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે. સદર રમઝાન માસ દરમિયાન સુરત શહેરના રાંદેર, રાંદેર બસ સ્ટોપ, ગોરાટ રોડ, ઉન, ચોકબજાર, કાદરશાહની નાળ, નાનપુરા, ખ્વાજા દાના ન્યુ રોડ, પખાલીવાડ, સાગર હોટલ-કમાલ ગલી, ઝાંપાબજાર, લિંબાયત મદીના મસ્જીદ, કાંસકીવાડ, સગરામપુરા તલાવડી, સલાબતપુરા, મોટી ટોકીઝ, નવસારી બજાર બમ્બા ગેટ, ખલિફા મહોલ્લો નાનપુરા, ચોક બજાર સાગર હોટલ થી હીઝડાવાડ ચાર રસ્તા સુધી તથા સુરત શહેર અન્ય તેમજ રાણી તલાવ, ચૌટા પુલ, લાલગેટ થી ભાગળ સુધી પથારાવાળા અને લારીવાળાઓ અન્ય ધંધાર્થીઓ વિસ્તારોમાં રમઝાન બજાર ભરાય છે અને આ રમઝાન બજારોમાં હિન્દુ-મુસ્લિમ, પારસી, કિશ્ચન સહિતના ધર્મના લોનો પોત-પોતાની રૂચી પ્રમાણે આ બજારોમાં વિવિધ વાનગી આરોગવા પહોંચે છે. આ અવસરે પોલીસ દ્વારા વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે આપ સાહેબશ્રીને આ વિસ્તારોને આવરી લેતુ નોટીફીકેશન બહાર પાડી અને સમગ્ર માસ દરમિયાન જે-તે પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત ગોઠવાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી. સુરતના આ રમઝાન બજારોમાં દેશ-વિદેશના ફુડ બ્લોગરો આવી નેશનલ ચેનલો ઉપર નોંધ લેવામાં છે, જેથી આ વર્ષે પણે આ બજારો નાગરિકોને અગવડ ન પડે તે રીતે પોલીસ બંદોબસ્ત સાથે ચાલે તે માટે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે.
આપ સહકારની અપેક્ષા સહ.